રાજકોટ ડિવિઝનની બે જોડીની વિશેષ ટ્રેનોનું સંચાલન પૂર્વવત કરવામાં આવ્યું છે.તેમજ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેનની ફિકવન્સી વધારીને દરરોજ કરવામાં આવી છે.

ઓખા-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન 24મીથી દરરોજ દોડશે

રાજકોટ વિભાગના સીનીયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ રાજકોટ-દિલ્હી સરાઈ રોહિલ્લા સ્પેશ્યલ 24મીથી તેમજ દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ સ્પેશ્યલ 25મી જૂનથી આવી જ રીતે હાપા-બિલાસપુર સ્પેશ્યલ 26મીથી તેમજ બિલાસપુર-હાપા સ્પેશ્યલ 28મી જૂનથી ફરી દોડશે. ઓખા-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેનની ફ્રિકવન્સી અઠવાડિયામાં 4 દિવસથી વધારીને દરરોજ કરવામાં આવી છે. ઓખા-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ 24મીથી તેમજ મુંબઈ સેન્ટ્રલ-ઓખા 22મી જૂનથી દરરોજ દોડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.