આજ નો ઉપાય :
જો તમારું બનતું કામ બગડી જાય છે અને લાભ નથી થતો તો શનિવારે હનુમાનજીના ચરણોમાં મીઠી બૂંદી ચઢાવીને તે પ્રસાદને બહાર ગરીબોમાં વહેંચી દો. આ ઉપાયથી ઘણો લાભ થશે. અને
તમારી પહેરેલી એકાદ જોડી ચપ્પલ કોઈ ગરીબને દાન કરો
મેષ :
ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે, કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો.
વૃષભ :
આજે ખાસ દિવસ છે કેમ કે સારૂં સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. આજે, તમે તમારા લગ્નજીવનની તમામ દુખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો.
મિથુન :
સાંજે થોડીક હળવાશ માણો. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે.
કર્ક :
તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે-તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં-અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.
સિંહ :
સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આસપાસ જ છે-આથી નિયમિત કસરતને તમારો નિત્યક્રમ બનાવો અને વિશ્વાસ રાખો કે ઈલાજ કરતાં નિવારણ જ શ્રેષ્ઠ છે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. પરિવારના સભ્યો તમારા વિચિત્ર વર્તને કારણે તમારાથી નારાજ થશે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.
કન્યા :
તબિયતના મોરચે છોડીક દરકારની જરૂર છે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. મહેમાનો તમારા ઘરની મુલાકાત લેશે જેને કારણે તમારો દિવસ સુંદર અને અદભુત બની જશે. ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણયચેષ્ટાઓ કરશે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે.
તુલા :
આજે તમે જે કેટલાક ભોતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નીખારશે. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે.
વૃશ્ચિક :
તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કરૂણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો. એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે- એપછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. એકતરફી પ્રેમ તમને નિરાશ કરશે
ધન :
દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે. તરત રાહત મેળવવા માટે ફિઝિશિયનની સલાહ લો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે.
મકર :
કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો.જયેશભાઈ કહે છે કે દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે.
કુંભ :
તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે.
મીન :
તમે શું ખાવ છો તેની તકેદારી રાખો. રસ્તા પરનું ખાણું ખાવાનું ટાળો. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. સાંજે મિત્રો સાથે બહાર જાવ-કેમ કે તે તમારી માટે કશુંક સારૂં કરશે. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે.