તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેમજ ઘરના આંગણામાં તુલસી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી રહે છે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે તુલસી માત્ર એક પ્રકારની હોતી નથી, ત્યારે ઘરમાં કયા પ્રકારની તુલસી વાવવી જોઇએ.

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી રહે છે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનો વધુ ઉપયોગ થાય છે. જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે તુલસી માત્ર એક પ્રકારની હોતી નથી. સામાન્ય રીતે રામ અને શ્યામ તુલસી મોટાભાગે ઘરમાં જોવા મળે છે. તેમજ તુલસીના સ્વાસ્થ્ય માટે પણ અનેક ફાયદા છે.

શ્વેત તુલસી :

White Tulsi

તુલસીના કુલ 5 પ્રકાર છે. જેમાંથી એક પ્રકાર શ્વેત તુલસી છે. શ્વેત તુલસીને વિષ્ણુ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ આ તુલસીના ફૂલ સફેદ રંગના હોય છે. તે કારણથી તેને સફેદ તુલસી કહેવામાં આવે છે. તેમજ તેનો ઉપયોગ ભગવાન વિષ્ણુની પૂજામાં થાય છે.

રામ તુલસી :

Ram Tulsi

રામ તુલસીના પાંદડા લીલા રંગના હોય છે. આ ઉપરાંત આ તુલસી ભગવાન રામને ખૂબ જ પ્રિય હતી, તેથી તેને રામ તુલસી તરીકે ઓળખવામાં આવે છે. રામ તુલસીના પાન મીઠા હોય છે. રામ તુલસીને ઘરમાં લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ એવું કહેવાય છે કે તેને ઘરમાં લગાવવાથી પ્રગતિ થાય છે.

વન તુલસી :

વન

વન તુલસીને જંગલી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જાતના છોડની ઊંચાઈ 60 થી 90 સેન્ટિમીટર છે. તેના છોડમાં ફૂલો સફેદ, ગુલાબી અથવા જાંબલી રંગના અને સુગંધિત હોય છે. આ ઉપરાંત  જ્યોતિષ શાસ્ત્રમાં આ છોડને ઘરમાં લગાવવાની મનાઈ છે.

શ્યામ તુલસી :

SHYAM

શ્યામ તુલસીના પાંદડા ઘેરા જાંબલી રંગના હોય છે. તેથી તે શ્યામા તુલસી તરીકે ઓળખાય છે. તેમજ કહેવાય છે કે તુલસીનો રંગ કાળો હોવાથી તે ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. આથી તેને કૃષ્ણ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે.

લેમન (લીંબુ) તુલસી :

LEMON

લીંબુ તુલસીના છોડના પાંદડા લીંબુના ઝાડના પાન જેવા હોય છે. તેમજ તેને પ્રહલદા તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સુગંધ પણ લીંબુ જેવી હોય છે. આ તુલસીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન A હોય છે.

આમ તો સનાતન ધર્મમાં રામ તુલસી અને શ્યામા તુલસીને શુભ માનવામાં આવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રામ તુલસીનું વાવેતર કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત રામ તુલસી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આકર્ષે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.