હવાઇ મુસાફરી કરવી એ એક લ્હાવો છે. સાથે સાથે એક સ્ટેટ્સ પણ બનાવે છે ત્યારે હવાઇ મુસાફરી જો લાંબા ગાળાની હોય તો કંટાળકજનક પણ સાબિત થાય છે. ત્યારે અનેક વાર આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરીમાં એક સ્થળથી બીજા સ્થળ પર જવા માટે લીધેલી  ફ્લાઇટને બદલવી પડે છે. તો ક્યારેયક એક જ ફ્લાઇટમાં લાંબી કંટાળાજનક મુસાફરી કરવી પડે છે. તો ક્યારેય વિચાર્યુ છે. કે ડાઇરેક્ટ અને નોન સ્ટોપ ફ્લાઇટની વચ્ચે શું અંતર છે. તો આવો જાણીએ આ બંને ફ્લાઇટની વચ્ચે શું અસમાનતા છે. લાંબા અંતરની હવાઇ મુસાફરી દરમિયાન બે પ્રકારની ફ્લાઇટ આપણી સમક્ષ હોય છે જેમાં ડાઇરેક્ટ ફ્લાઇટ વિશે જાણીએ તો એ ફ્લાઇટ એક સ્થળની બીજા સ્થળ પર જાય છે. પરંતુ મુસાફરને પહોંચવાની જગ્યાએ જવા માટે ફ્લાઇટ બદલવાની રહે છે. જ્યાં તેના બોર્ડીગ અને ટીકીટ એના એજ રહે છે. ખાલી ફ્લાઇટને વચ્ચે આવતા મુખ્ય શહેરોથી બદલવાની રહે છે. જ્યારે બીજા પ્રકારની ફ્લાઇટમાં નોન-સ્ટોપ ફ્લાઇટ આવે છે જે એક ડેસ્ટીનેશનથી ડાયરેક્ટ બીજા ડેસ્ટીનેશન પર પહોંચે છે. વચ્ચે ક્યાંય ઉતરતી નથી. કદાચ નોન સ્ટોપ ફ્લાઇટમાં મુસાફરી કરવાનો વારો આવે અને લાંબા ગાળાની હોય તો કંટાળા જનક મુસાફરી બની રહે તેવું કહેવામાં કોઇ શંકા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.