વરસાદની સીઝન શરૂ થતાંની સાથે જ રોગોમા પણ વધારો પણ થાય છે. આ ઋતુમાં સ્વાસ્થયને લગતી અનેક બીમારીઓ ફેલાય છે. જે વ્યક્તિના સ્વાસ્થયને નુકશાન પહોંચાડે છે. ટાઈફોઈડ તાવ આ બીમારીમાનો એક છે. આ એક એવો રોગ છે જે ચેપગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ખૂબ જોખમી બની શકે છે.
ટાઈફોઈડ તાવ એક પ્રકારનો બેક્ટેરિયલ ચેપ છે. જે સાલ્મોનેલા ટાઈફી નામના બેક્ટેરિયાને કારણે થાય છે. તેની શરૂઆતમાં પરસેવો, શરદી, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો અને સૂકી ઉધરસ અને પાચનતંત્રને લગતી સમસ્યાઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે. પણ જો ખાવાની ટેવ પર યોગ્ય ધ્યાન આપવામાં આવે. તો ટાઇફોઇડમાંથી તમે સરળતાથી બચી શકો છો. હવે સવાલ એ છે કે ટાઇફોઇડ તાવમાં શું ખાવું જોઈએ અને શું નહીં.
કાચા ફળો અને શાકભાજી ખાવાનું બંધ કરો :
ટાઇફોઇડ તાવમાં કાચા ફળો અને શાકભાજી ખાવાનું બંધ કરો. તેમાં મુખ્યત્વે લેટીસ અને બેરી જેવા ફળોનો સમાવેશ થાય છે જેની છાલ કાઢી શકાતી નથી. જો તમે પણ ફળોનું સેવન કરવા માંગો છો. તો તમે કેળા, એવોકાડો અને નારંગીનું સેવન કરી શકો છો.
મસાલેદાર ખોરાક ન ખાવો :
ટાઈફોઈડમાં તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ. ખરેખર ટાઇફોઇડમાં પાચનતંત્ર નબળું પડી જાય છે. તેથી આવો ખોરાક ખાવાથી પેટની સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં ખીચડી, દાળ, સૂપ, બાફેલા ભાત વગેરે જેવાં સરળતાથી ખાઈ શકો તેવો ખોરાક લો.
કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાક લો :
તાવ દરમિયાન શરીરમા એનર્જી રાખવા માટે કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાક લેવો જરૂરી છે. તમને જણાવી દઈએ કે ટાઈફોઈડના કારણે એનર્જી લેવલ નીચે જાય છે. આવી સ્થિતિમાં પોરીજ, ફ્રુટ કસ્ટર્ડ, મધ અને બાફેલા ચોખાનું સેવન કરી શકાય છે.
વધુ પ્રવાહી પીવો :
ટાઈફોઈડના કિસ્સામાં શરીરમાં પાણીની ઝડપથી કમી થાય છે. આ સ્થિતિમાં ડીહાઈડ્રેશનથી બચવા માટે વધુ પાણી કે પીણાનું સેવન કરવું જોઈએ. આ માટે તમે નારિયેળ પાણી, લીંબુ પાણી, સૂપ અને ફળોનો રસ પીણાં તરીકે લઈ શકો છો.