Abtak Media Google News
  • આબોહવા પરિવર્તન કે ગ્લોબલ વોમિંગ જેવી વિવિધ સમસ્યાને કારણે કોરોના કાળ બાદ નવા નવા વાયરસ પૃથ્વી પર આવતા રહે છે: વાયરસ સામે લડવામાં તમારી મજબૂત રોગ પ્રતિકારક શકિત મહત્વનો ભાગ ભજવે છે: ચાંદીપૂરા વાયરસ ફલેબોટોમાઇન નામની માખી અને એડીસ મચ્છરને કારણે ફેલાય છે
  • વાયરસ આવે ને જશે, હવે તેની સાથે જીવતા શીખી લો
  • વાયરસનો પ્રથમ કેસ 1965માં નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં નોંધાયો હોવાથી તેનું નામ ચાંદીપુરા પડયું છે: ભારતના વિવિરાજયોમાં તેના કેસો અને બાળકોના મોત  નિપજતા આરોગ્ય તંત્ર સક્રિય થયુ છે

પૃથ્વી પર આદીકાળથી વિવિધ વાયરસના આગમનને કારણે રોગચાળો, માનવ મૃત્યુ થયા છે. આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોમિંગ અને બગડેલી ઇકોસિસ્ટમથી નવા નવા વાયરસો આવતા રહે છે, કોવીડ19 ના નવાનવા વેરિયન્ટ હજી આજે પણ જોવા મળી રહ્યા છે. શોધ સંશોધનને કારણે ઘણા રોગો અને વાયરસ સામેની રસી પણ શોધેલ છે. આજના યુગમાં હવે આપણે વાયરસની સાથે જીવતા શીખી લેવું પડશે, આપણી રોગ પ્રતિકારક શકિત પાવર ફૂલ હોય તો ચેપનું પ્રમાણ અને વાયરસની અસર નહિવત જોવા મળે છે. હમણાં થોડા દિવસોથી ચાંદીપુરા વાયરસના સમાચારો આવી રહ્યા છેે, વાયરસ ભારતના વિવિધ રાજયોમાં પ્રસરી રહ્યાના સમાચારે લોકો અને તંત્રની ચિંતા વધારી દીધી છે. વાયરસ શું છે, કેવી રીતે ફેલાય છે. અને તેના લક્ષણો શું છે, તે દરેકે જાણવાની જરૂર છે. આજના યુગમાં આરોગ્ય બાબતના શિક્ષણની તાતી જરૂરીયાત છે.

ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હોવાથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડેલ છે. વાયરસ ફલેબોટોમાઇન નામની માખી અને એડીસ મચ્છરને કારણે ફેલાય છે. વાયરસનું જોખમ બધાને હોય શકે પણ વિશેષ નાના બાળકોમાં તેની અસર વધુ જોવા મળે છે, કારણે રાજયોમાં આને કારણે બાળકોના મોત થઇ રહ્યાં છે, આજના ઇન્ફરમેશન ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં ઝડપથી તેની માહીતી લોકો સુધી પહોચતા ડરની લાગણી પ્રસરી છે, પણ ચિંતાની જરૂર નથી. વાયરસ હાલ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રસરી રહ્યાના સમાચારો મળી રહ્યા છે. આપણાં ગુજરાતમાં પણ ઘણા જીલ્લામાં તેના કેસો નોંધાયા છે.

વાયરસનો ફેલાવો સેન્ડ ફલાય (એક પ્રકારની માખી) રોગ માટે જવાબદાર છે. પ્રકારની માખી કાચા મકાનોની દીવાલની તીરાડોમા કે મકાનની રેતી કે માટીથી બનેલા ભાગોમાં રહેવાનું પસંદ કરે છે. મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારો અસર કરતું જોવા મળતા 9 માસથી 14 વર્ષના બાળકોમાં વાયરસનું જોખમ વિશેષ રહે છે. તેના લક્ષણોમાં સખત તાવ આવવો, માથાનો દુ:ખાવો, થાક લાગ્વો, ખેંચ્ આવવી, પેટમાં દુ:ખાવો થવો, ઝાડાઉલ્ટી થવા, યાદ શકિત ઘટવી, ચહેરાના ભાગમાં પક્ષઘાત જેવા લક્ષણોની શરૂઆત બાદમાં 48 થી 72 કલાકમાં મૃત્યુની સંભાવના રહે છે. તમારા નાનકડા સંતાનોમાં આવા ચિન્હો જણાય તો તાત્કાલીક હોસ્પિટલનો કે બાળ રોગ નિષ્ણાંતનો સંપર્ક સાધવો, રોગની સારવારમાં પોષ્ટિક આહાર, વધુ આરામ સાથે વધુ માત્રામાં પાણી પીવું જરુરી છે. સેન્ડ ફલાય (માખી)ની ડેન્સીટી વરસાદ ઋતુમાં વધુ હોવાથી વિશેષ તકેદારી દિવસોમાં રાખવી જરુરી છે.

ગુજરાતમાં મુખ્યત્વે મઘ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસગાર જિલ્લાઓમાં વાયરસના કેસો નોંધાયા છે. જેના ફેલાવા માટે સેન્ડ ફલાય (માખી) વાહક તરીકે જવાબદાર છે. રોગથી બચવા માટેના ઉપયોમાં ઘરની દિવાલોમાં અંદરબહારના ભાગમાં રહેલા છિદ્રો અને તિરાડોને પૂરાવી દેવી, જેથી તેમાં માખી રહીન શકે, ઘરની અંદરના ભાગે શકય હોય ત્યાં સુધી હવાઉજાસ સાથે સૂર્ય પ્રકાશનો તડકો આવતો રહે તેવી વ્યવસ્થા કરવી, 14 વર્ષ સુધીના બાળકોમાં જંતુનાશક દવા યુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગહ રાખવો, બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં કે ધુળમાં રમવા દેવા જોઇએ.

ચાંદીપુરા વાયરસ પીડિત વ્યકિતમાં તાવ, માથાનો દુ:ખાવો, આંખો લાલ થવી, અશકિત લાગવી, શ્ર્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો સાથે ઝાડાઉલ્ટી  અને પેટમાં દુ:ખાવાની સમસ્યા પણ થઇ શકે છે. રોગના લક્ષણો અન્ય વાયરસ જેવા હોવાથી તેને પ્રાથમિક તબકકે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. વાયરસ રેબડોવિરીડે ફેમીલીના વેસિકયુલો વાયરસ જીન્સનો સદસ્ય છે. જે મચ્છર, બગાઇ અને સેન્ડ ફલાય દ્વારા ફેલાય છે. વાયરસ ખાસ કરીને બાળકોમાં ગંભીર ઇન્સેફેલાઇટીસનું કારણ બને છે. વાયરસને ફેલાતો અટકાવવા અને નિયંત્રિત કરવા તેના લક્ષણો અને તેના નિવારણ વિશે સૌએ જાણવાની જરૂર છે.

મગજના તાવ જેવો ખતરનાક ચાંદીપુરા વાયરસ મૈનિજાઇટિસ કરતાં પણ વધુ ખતર નાક છે. અને તે મગજને નુકશાન પહોચાડે છે. જો દર્દીને સમયસર સારવાર મળે તો મૃત્યુ પણ થઇ શકે છે. વાયરસ સામે રક્ષણની કોઇ રસી હોવાથી તેને ખતરનાક ગણવામાં આવે છે. વાયરસ ઘણો જુનો છે. અને ભારતમાં 003માં પણ તેના કેસ નોંધાયા હતા. તેના લક્ષણો સામાન્ય રીતે ઇન્ફલુએન્ઝા જેવા હોય છે, પરંતુ રોગ ઓટોઇમ્યુન એન્સેફાલીટીસનું પણ કારણ બને છે. આવી સ્થિતિમાં 0 થી 70 ટકા મોતનું કારણ બને છે. વાયરસ મગજ પર અસર કરે તો 100 બાળકો પૈકી 50 થી 70 બાળકોના મોત થઇ શકે છે.

સામાન્ય માખી કરતા ચાર ગણી નાની માખી એવરેજ 30 થી 70 ઈંડા મૂકે છે. માખી કાચી કે પાકી દીવાલોની તિરાડોમાં કે નાના છિદ્રોમાં રહે છે. ચાંદીપુરા વાયરસ ફેલાવનારા માખી બાળકોને ભરખી જાય છે. આનો ચેપ લાગેલ નાના બાળકોના ઝાડા માં તીવ્ર વાસ આવતી હોય છે. ચોમાસામાં અનેક જીવ જંતુઓનો ઉપદ્રવ વધી જતો હોય છે, ત્યારે અત્યારના સંજોગોમાં નાના બાળકોની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.