WhatsApp દરેક માટે નવી પિન ચેટ સુવિધા લોન્ચ કરી છે, વપરાશકર્તાઓ મહત્વના message પિન કરી શકશે. વ્હોટ્સએપે એક નવું પિન મેસેજ ફીચર બહાર પાડ્યું છે, જે યુઝર્સને ગ્રુપ અને વ્યક્તિગત ચેટ બંનેમાં મહત્વપૂર્ણ મેસેજને હાઇલાઇટ કરી શકશે .
આ સુવિધા કેમાં ઉપલભ્ધ છે ?
આ સુવિધા Android, iOS અને PC પર ઉપલબ્ધ છે.પિન કરેલા સંદેશાઓ 24 કલાક, 7 દિવસ અથવા 30 દિવસ માટે સેટ કરી શકાય છેમેટાએ મંગળવારે WhatsApp માટે નવા પિન મેસેજ ફીચરની જાહેરાત કરી હતી. આ સુવિધા વપરાશકર્તાઓને ચેટની ટોચ પર એક સંદેશને પિન કરવાની મંજૂરી આપે છે, જે હોમ વિન્ડોમાં ચેટ્સ પિન કરવાની ક્ષમતાની નકલ કરે છે.
પિન મેસેજ ફીચર કેવી રીતે કામ કરે છે
વોટ્સએપ અનુસાર, પિન કરેલા સંદેશાઓ વપરાશકર્તાઓને ગ્રુપ અને વ્યક્તિગત ચેટ બંનેમાં મહત્વપૂર્ણ સંદેશાઓને પ્રકાશિત કરવાની મંજૂરી આપે છે. મહત્વપૂર્ણ સંદેશાઓ ઝડપથી શોધવાનું સરળ બનાવીને આ સુવિધા વપરાશકર્તાઓનો સમય બચાવવા માટે બનાવવામાં આવી છે. Whatsapp એ સુનિશ્ચિત કરે છે કે ટેક્સ્ટ , ફોટાઓ , ઇમોજીસ અને વધુ સહિત તમામ પ્રકારના messages પિન કરી શકાય છે અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહી શકે છે.
કઈ રીતે મેસેજ પિન કરી શકાય?
– વોટ્સએપ ઓપન કરીને તમે જે મેસેજ પિન કરવા માંગો છો તે ચેટ ખોલો
– મેસેજને ‘પિન’ કરવા માટે, મેસેજ પર લોન્ગ પ્રેસ કરો
– પ્રેસ કર્યા પછી, મેનુમાંથી ‘Pin’ વિકલ્પ પર ક્લિક કરો
– પિન કરેલા મેસેજની ટાઇમલિમીટ પસંદ કરવા માટે એક ઓપ્શન આવશે, જેમાં 24 કલાક, 7 દિવસ અને 30 દિવસ માટે એમ તમે તેને તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો
જેમાં સાત દિવસ માટે મેસેજ પિન કરવો એ ડિફોલ્ટ વિકલ્પ છે. ગ્રૂપ ચેટમાં માત્ર એડમિન જ નક્કી કરી શકે છે કે ગ્રુપના બધા સભ્યો મેસેજ પિન કરશે કે માત્ર એડમિન જ મેસેજ પિન કરી શકશે. આ ફીચર ટેલિગ્રામ અને iMessage પહેલાથી જ ઉપલબ્ધ છે.