ચા ભારતીય સમાજનું એક વિભિન્ન અંગ બની ગયું છે જેને તમે ઇચ્છવા છતા પણ નજર અંદાજ કરી શકતા નથી જે દિવસે ચા ન પીવો તો એવુ લાગે છે. કે દિવસની શરૂઆત જ થઇ નથી.
ભારતમાં લગભગ ૭૦% લોકો સવારે નાસ્તો કરતા પહેલા ચા જરૂર પીવે છે. શું તમને લાગે છે કે આ એક સારી ટેવ છે રિસર્ચ મુજબ સવારે ખાલી પેટ ચા પીવી ખૂબ નુકશાનકારક બની શકે ખાસ કરીને ગરમીમાં…..
– ચામાં પુષ્કળ એસિડ હોય છે જેને ખાલી પેટ સવારે પીવાથી પેટનો રસ પર સીધો પ્રભાવ પડે છે તેથી અનેક લોકોને સવારે ચા પીવી ગમતી નથી.
– પરંતુ બ્લેક ટી શરીર માટે ખૂબ ફાયદાકારક છે જેમકે જાડાપણુ ઓછુ કરવું.
– અંતે અભ્યાસમાં જોવા મળ્યું છે કે જે લોકો ખાલી પેટ ખૂબ વધુ ચા પીવે છે તેમને થાકને અહેસાસ થાય છે. ચા માં દૂધ મિક્સ કરવાથી એંટી ઓક્સિડેંટની અસર ખતમ થઇ જાય છે