આજે એટલે કે શુક્રવાર, 12 એપ્રિલ, ચૈત્ર નવરાત્રીનો ચોથો દિવસ છે, જે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાને સમર્પિત છે. આ દિવસે મા કુષ્માંડાની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ભક્તો તેમને પ્રસન્ન કરવા વિધિવત તેમની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે મા કુષ્માંડાની પૂજા કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને સુખ મળે છે. તેમની પૂજાથી તમામ દુ:ખ દૂર થાય છે. કથા અનુસાર, મા કુષ્માંડાના સ્મિતની એક ઝલકથી સમગ્ર બ્રહ્માંડની રચના થઈ હતી, તેથી આજે અમે તમને નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવાની સંપૂર્ણ રીત વિશે જણાવી રહ્યા છીએ, તો ચાલો જાણીએ.
માતા કુષ્માંડાની પૂજાની રીત-
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા માટે તેમની મૂર્તિને બાજોઠ પર સ્થાપિત કરો, અક્ષત, પીળા ફૂલ, પીળા વસ્ત્રો અર્પણ કરો. માતા રાણીની પૂજામાં ॐ बुं बुधाय नमः’ મંત્રનો જાપ કરો. જાપ કરતી વખતે લીલી ઈલાયચીની સાથે વરિયાળી અર્પિત કરો. સારું રહેશે કે તમે તમારી ઉંમર પ્રમાણે દેવીને એટલી જ ઈલાયચી અર્પણ કરો. આ પછી પૂજામાં લીલા કપડામાં ઈલાયચી બાંધો. અને નવરાત્રી સુધી તમારી સાથે રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.પૂજા કર્યા પછી માતાની આરતી, ચાલીસા અને સ્તોત્રનો પાઠ કરો.