૦૧૧-૨૨૯૦૧૪૦૬ નંબર પર રર્જીસ્ટડ મોબાઇલ નંબરમાંથી ફોન અથવા ૭૭૩૮ ૨૯ ૯૮૯૯ પર મેસેજ કરી ઘર બેઠા ફ્રીમાં મેળવો પ્રોવિડન્ડ ફંડ ખાતાની તમામ વિગતો
આજના સમયે ટેકનોલોજી વિકસતા બેકીંગ સહિતની સેવાઓ ઘેર બેઠા મેળવી શકીએ છીએ. ત્યારે હવે પ્રોવિડન્ડ ફંડ વિશેની માહિતી મેળવછી હશે તો તમારે જે તે સ્થળે ધકકા ખાવા નહિ પડે કારણ કે માત્ર એક મિસ્ડ કોલથી પ્રોવિડન્ટ ફંડ ખાતાની તમામ વિગતો સામે ચાલીને તમારી પાસે આવશે.
કોઇપણ કર્મચારીએ તેના પીએફ એકાઉન્ટની વિગતો ઘર બેઠા મેળવવી હશે તો આ માટે સૌ પ્રથમ યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુએએન હોવો જરુરી છે.
લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મંત્રાલયે જણાવ્યું છે કે, આ સેવા મેળવવા માટે દરેક કર્મચારીએ એમ્પ્લોઇઝ પ્રોવીડન્ડ ફંડ ઓર્ગેનીઝેશન પાસેથી યુએ નંબર મેળવવી આવશ્યક રહેશે. રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપરથી ૦૧૧-૨૨૯૦૧૪૦૬ નંબર પર મસ્ડકોલ કરશો એટલે તમામ રજીસ્ટર્ડ નંબર પર મેસેજ આવશે જેમાં તમારા પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટની તમામ વિગતો હશે.
આ સેવા પ્રાપ્ત કરવા ખાતાધારકે યુએએનની સાથે તેનો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર એકટીવેટ કરાવવો પડશે. અને આ પ્રક્રિયા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનીઝેશન ઇપીએફઓ ની વેબસાઇટ પરથી થઇ શકશે. મીસ્કકોલ કરવાથી તમામ વિગતો મેસેજના રુપમાં મોબાઇલમાં આવી જશે. જો કે, તમે ૦૧૧-૨૨૯૦૧૪૦૬ નંબર પર ફોન કરશો એટલે બે રીંગ વાગ્યા બાદ તુરંત જ ઓટોમેટીક કપાઇ જશે. આ સેવા તદ્ન ફ્રીમાં અને નોન-સ્માર્ટફોન એટલે કે કીપેડ મોબાઇલ માટે પણ ઉપલબ્ધ છે. મીસ્ડ કોલની સાથે મેસેજ દ્વારા પણ પીએફની માહીતી મેળવી શકાશે.
મેસેજ દ્વારા પીએફ ખાતાની માહીતી મેળવવા માટે ૭૭૩૮૨૯૯૮૯૯ નંબર પર રજીસ્ટ્રાર મોબાઇલ નંબરમાંથી ” EPROHO UAN “એમ મેસેજ કરવાનો રહેશે. જે પણ ફ્રીમાં છે. આ ઉપરાંત ઉમંગ UAN NGએપ માંથી પણ પ્રોવીડન્ટ ફંડના ખાતાની માહીતી મેળવી શકાશે.