ગુડી પડવાની પૌરાણિક કથા
ભારતીય ધર્મગ્રંથોમાં કહેવાયેલ છે કે જ્યારે અત્યાચાર, દુષ્કૃત્યો, આસુરી પ્રવૃતિઓ થઈ છે.ત્યારે ઇશ્વર કોઈને કોઈ રૂપમાં અવતાર લઈ ધર્મપ્રિય લોકોની રક્ષા કરી છે.વિશ્વમાં માત્ર ભારતને જ આ સૌભાગ્યતા ગૌરવ પ્રાપ્ત થયું છે.અને આપણો સમાજ-સંતોના બતાવેલા માર્ગ પર ચાલતો આવ્યો છે.
આવી જ કથા ભગવાન જુલેલાલના અવતરણની છે. સદિયો પૂર્વ સિંધુ પ્રદેશમાં ‘મૂર્ખ શાહ’ નામનો એક રાજા રાજ કરતો હતો. રાજા ખુબજ અસહિષ્ણુત પ્રવૃતિઓ કરતો હતો. હમેશા તેની પ્રજા પર અત્યાચાર કરતો હતો.આ રજાનો સશાનકાળમાં સંસ્કૃતિ અને જીવનનામૂલ્યોનુંકોઈ મહત્વ ન હતું. સંપૂર્ણ સિંધુ પ્રદેશમાં રજાનો અત્યાચાર ખુબજ હતો પ્રજાને કોઈ એવો માર્ગ ન હોતો મળતો કે જેનાથી તેઓ આ કૃળ રાજાથી મુક્તિ મેળવી શકે.
રજનિ ક્રુરતથી ત્રાસીને સિંધુ નદીના તટે ઈશ્વરનું સ્મરણ કર્યું તેથી પ્રશન્ન થઈને વરુણ દેવ ઉદેરોલાલે જલપતિના રૂપમાં મત્સ્યની સવારી કરી દર્શન આપ્યા. અને ત્યારે આકાશવાણી થઈ કે નસરપુરના ઠાકુર પરિવારના રત્ન્રાયનો દેવકી નામની સ્ત્રીના ખોળે જન્મેલી બાળકજ તારી મનોકામના પૂરી કરશે.
સમય જતાં નસરપુરના રતનરાયના ઘરે માતા દેવકીને ચૈત્ર શુકલ 2 સાવંત 1007ના રોજ બાળકનો જન્મ થયો.બાળકનું નામ ઉદય ચંદ્ર રાખવામા આવ્યું. આ બાળકના જન્મ અંગેની જાણ જ્યારે મૂર્ખ શાહને થઈ ત્યારે મૂર્ખ શાહે બાળકને મારી નાખવાની યોજના બનાવી.
બાદશાહના સેનાપતિ સેના સાથે રતનરયને ત્યાં પહોચી ગયા અને બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો.પરંતુ મૂર્ખ શાહની સૈન્ય તાકાતે શરણાગતિ સ્વીકારી કારણકે, તેઓને ઉદેરોલાલ સિહાશન પર દિવ્ય પુરુષ દેખાણા અને તેઓ પરત ગયા. બાદ સેનાપતિએ બાદશાહને તમામ વાત જણાવી.
ઉદેરોલાલ બાળપણથી પ્રતિભાશાળી હતા. તેમણે જનતાને પણ જીવન કોઈના ડર વગર જીવવાનું કહ્યું. ઉદેરોલાલ બાદશાહને સંદેશો પાઠવ્યોકે શાંતિ જ પરમ સત્ય છે. આ બાબતને ચૂનોતી માનીને બાદશાહે ઉદેરોલાલ પર આક્રમણ કર્યું. બાદશાહ પરાજય પામ્યો અને ઉદેરોલાલના ચરણોમાં સ્થાન માંગ્યું. ઉદેરોલાલે સંવર્ધમ સમભાવનો સંદેશો પાઠવ્યો.આનું પરિણામ એ આવ્યું કે મુરખ શાહ ઉદયચન્દ્રનો પરમ શિષ્ય બની ગયો અને ધર્મનો વિચારોનો પ્રચારમાં લાગી ગયો.ભાવિકો ભગવાન જુળેલાલને ઘોડેવરો, જિંદપીર, લાલશાઇ, પલ્લેવારો, જ્યોતિન્વારો, અમરલાલ વગેરે જેવા નામોથી પૂજે છે.
ગુડી પડવો મરાઠી લોકોનું નવું વર્ષ માનવમાં આવે છે. ‘ગુડી’નો અર્થ ‘વિજય’ એવો થાય છે તેનો ઈતિહાશ એવો છે કે શાલીવાહન નામના એક કુંભારના દીકરાએ માટીના સૈનિકો બનાવ્યા અને તેઓ પર પાણી છાટી તેઓમાં પ્રાણ પૂર્યા અને આ સેનાના સહકારથી શક્તિશાળી શત્રુઓને પરાજિત કર્યા આ પ્રારંભ થયું મહારાસ્ટ્રમાં આ પર્વ ગુડી પાડવાના રૂપે ઉજવાય છે.
ગુડી પડવાને પટ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે, મહારાષ્ટ્ર રાજ્યના લોકો મરાઠી નવું વર્ષ તરીકે ઉજવે છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં તેને ઉગાડી તરીકે ઉજવવામાં આવે છે. જયારે સિંધીઓની ઉજવણી ચેતી ચાંદ તરીકે થાય છે. આ ઉપરાંત બાકીના રાજ્યોમાં પણ ગુડી પડવાની ભાવ ભેદ ઉજવણી થાય છે. હિંદુ કેલેન્ડરનો ચૈત્ર મહિનાનો પહેલો દિવસ બે કારણોસર મહત્વપૂર્ણ છે. તે વસંતની શરૂઆત અને બ્રહ્મા પુરાણ મુજબ, મોટા પાયે જળ પ્રલયથી નાશ પામ્યા પછી, ભગવાન બ્રહ્માએ આ દિવસે તે ફરીથી અનુરૂપ બન્યું તે દર્શાવે છે. ગુડી પાડવા સાથે સંબંધિત પાંચ રીત છે અને તે નીચે મુજબ હોય શકે.
૧ પવિત્ર સ્નાન
આ દિવસે યુવાઓ અને વૃદ્ધો સ્નાનથી પવિત્ર દિવસથી તેમનો દિવસ શરુ કરે છે અને નવા કપડા પહેરે છે. જે લોકો ગામડામાં રહે છે તેઓ સ્થાનિક મંદિરની બાજુમાં એક પવિત્ર નદીઓમાં સ્નાન પસંદ કરે છે. આ ધાર્મિક વિધિ તેમના શરીર અને આત્માઓને શુદ્ધ કરવા માટે છે. પરંપરાગત રીતે, મહારાષ્ટ્રીયન મહિલાઓ કાટા અથવા નવવરી પહેરે છે.
૨ પરંપરાગત રંગોળી
ઘરની સ્ત્રીઓ પુરુષો કરતા પહેલા જાગે છે અને આંગણામાં રંગીન રંગોળી દોરે છે. આ રંગોળીની ખાસિયત એ છે કે તેમાં પાઉડર ચોખા, વર્મિઅન અને હળદળનો ઉપયોગ કરે છે.
૩ પુષ્પોનું શણગાર
ભારતીય તહેવાર મુજબ દિવાળી અને દશેરા પર ફૂલોની રંગોળી કરવામાં આવે છે. તેવીજ રીતે ગુડી પાડવાના દિવસે શ્રધ્ધાળુઓ ભગવાન બ્રહ્માને રંગ બે રંગી ફૂલો અર્પણ કરી પૂજા અર્ચના કરે છે.
૪ ગુડી
ગુડી પાડવા પર લાલ, પીળો અથવા કેસરી કાપડથી ચાંદી, તાંબા અને કાંસાની બનેલી એક કળશને ઘરના દરવાજા પર ઉલટી લટકાવવામાં આવે છે. તેમજ ગુડી પડવાના દિવસે શ્રધ્ધાળુઓ દ્વારા એક શોભાયાત્રા યોજવામા આવે છે. અને ગુડી પાડવાનો આનદ માણે છે.
૫ પવિત્ર પ્રસાદ
મોટાભાગે પ્રસાદોમાં મીઠાઈઓ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ગુડી પાડવામાં લોકો ગોળની વાનગીઓ તૈયાર કરે છે. ગુડી પાડવામાં લીમડાના પાન, ગોળ, મિશ્રણને શુભ માનવામાં આવે છે.આ તહેવારમાં લોકો શ્રીખંડ, પુરણ પોલી જેવી ખાદ્ય સામગ્રીનું સેવન કરે છે.