આદિજગતગુરૂ શંકરાચાર્ય જયંતીએ તેમને કોટી કોટી વંદન
સાચા કર્મયોગી અને હિંદુ ધર્મના શ્રેષ્ઠ ચિંતક આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં ઇ.સ.૭૮૮માં થયો હતો. તેમની માતાનું નામ વિશિષ્ટા દેવી અને પિતાનું નામ શિવગુરુ તેમ જ દાદાનું નામ વિદ્યાધર હતું. શિવગુરુ અને વિશિષ્ટા દેવીએ પુત્ર પ્રાપ્તિ માટે ચંદ્રમૌલેશ્વર મહાદેવની અનન્ય ભક્તિ અને તપ કરતાં સ્વયં ભગવાન આશુતોષે દર્શન આપી પોતે તેમને ત્યાં એક સર્વજ્ઞ પણ અલ્પ આયુ બાળક તરીકે અવતાર લેશે એવું વરદાન આપ્યું હતું અને તેથી જ આ બાળકનું નામ શંકર રાખ્યું હતું. જન્મથી જ આ બાળકના શરીર પર દિવ્ય ચિહ્નજેવાં કે માથા ઉપર ચંદ્ર-ચક્ર, કપાળમાં નેત્ર અને ખભા પર ત્રિશૂલનાં ચિહન હતાં. આમ, બાળ શંકર સ્વયં શિવાવતાર હતા.
તેઓ બાળપણથી જ શાંત, ગંભીર અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. માત્ર ૩ વર્ષની ઉંમરમાં તેમણે માતૄભાષા મલાયાલમ અને સંસ્કૃત શીખી, તેમણે અનેક ગ્રંથ તેમ જ વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત વગેરે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી કંઠસ્થ કરી લીધા હતાં. તેઓ શ્રુતિધર એટલે કે જે સાંભળે એ કંઠસ્થ થઈ જાય તેવા હતા.શંકરે પાંચમા વર્ષે ગુરુ ગૃહે અભ્યાસ અર્થે મોકલતાં ફક્ત બે જ વર્ષના વિદ્યાભ્યાસ દરમિયાન બધા જ ગ્રંથોનો અભ્યાસ પૂર્ણ કરી ગુરુ શિક્ષામાં પારંગત બન્યા. પિતાના અવસાન બાદ માતાએ ગૃહસ્થાશ્રમ અંગે ઈચ્છા વ્યક્ત કરી, પણ શંકરે એ માટે અનિચ્છા દર્શાવી હતી.
શંકરાચાર્યે વેદાન્ત ધર્મની પુન:પર્તિષ્ઠા માટે ભારતભ્રમણ શરૂ કરી માર્ગમાં આવતાં ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર અને એમાં શાલિગ્રામોની પુન:પર્તિષ્ઠા કરી સનાતન વૈદિક ધર્મનો પ્રચાર શરૂ કર્યો હતો. કાશીમાં જ શંકરાચાર્યે સન્દન નામના યુવકને દીક્ષા આપી તેને પોતાનો પ્રથમ શિષ્ય બનાવ્યો હતો.સન્દનનું મૂળ નામ વિષ્ણુ શર્મા હતું. સન્દન પાછળથી પદ્મપાદ નામે જાણીતા થયા હતો. તીર્થાટન દરમિયાન મહર્ષિ વેદ વ્યાસે બ્રાહ્મણનું રૂપ લઈ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો અને એમાં તેઓ સંતુષ્ટ થતાં મૂળ સ્વરૂપે દર્શન આપ્યાં હતાં.
આ વખતે શંકરાચાર્ય ૧૬ વર્ષના થયા હતા. મહર્ષિ વેદ વ્યાસે આશીર્વાદ દ્વારા શંકરાચાર્યના સોળમા વર્ષનો મૃત્યુયોગ દૂર કરી તેમના આયુષ્યમાં બીજા ૧૬ વર્ષનો વધારો કર્યો હતો, સાથે સાથે મહર્ષિ વેદ વ્યાસે આ સોળ વર્ષ દરમિયાન શંકરાચાર્યને મહાન પંડિતોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી સનાતન વૈદિક ધર્મના પ્રવાહમાં માનતા કરી સનાતન ધર્મની પુન:પ્રતિષ્ઠાનું મહાન કાર્ય કરવાનું જણાવ્યું હતું.
આદિ જગતગુરૂ શંકરાચાર્ય મહારાજની જન્મજયંતી છે. આદિ જગતગુરૂ શંકરાચાર્ય મહારાજનો જન્મ કેરલ રાજ્યના કાલડી ગામે થયો હતો તેના પિતાનું નામ શિવભદ્ર અને માતાનું નામ સુભદ્રા હતુ. અને ભગવાન શિવની કૃપાથી ખુદ શિવે અવતાર ધારણ કરેલ હોવાથી નામ પણ શંકર રાખ્યું હતું નાનપણથીજ ધર્મ પારાયણ હોવાથી શંકરનું ધ્યાન ધર્મ તરફ કેન્દ્રીત હતું બૌધ ધર્મનો સુર્ય મધ્યાહને તપતો હતો.
શંકરે માત્ર પાંચ વર્ષની ઉમરે શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું સાત વર્ષની ઉમરેતો ચાર વેદ છ શાસ્ત્ર અને અઢાર પુરાણનું પુરૂ જ્ઞાન પ્રાપ્ત કરી ચુક્યા હતા. આદિ જગતગુરૂ શંકરાચાર્ય મહારાજની સમાધી ઉતરાખંડમાં આવેલ જ્યોતિર્લિંગ કેદારનાથ મહાદેવ મંદિરની એકદમ પાછળ વર્તમાન સમયે સ્થીત છે.આ લેખ એકદમ શોર્ટ છે બાકી જગતગુરૂ વિષે જો લખવા બેસીએ તો વર્ષોના વર્ષો લાગે એમ છે.