દુનિયાની ઘણી વાતો આપણને ખબર હોતી નથી. આપણાં શરીર, મગજનાં પણ ઘણા રહસ્યો આપણને ખબર હોતી નથી. દુનિયામાં સૌથી નાનું મોટું કે આકાશ, જમીન, જંગલોની ઘણી વાતો આપણને ખબર જ નથી હોતી. આ નોલેજ કોર્નરના માઘ્યમથી આજે ચિત્ર-વિચિત્ર વાતો સાથે દુનિયાના રોચક તથ્યોની માહિતી ટુંકમાં આપીને તમારા જ્ઞાનમાં વધારો કરવો છે. આ પૃથ્વી પર એવું ઘણું બધું છે જેની ઉપર આપણે કયારેય નજર કરી નથી, તો ચાલો બે કે ત્રણ લાઇનમાં જ કેટલીક જાણી-અજાણી વાતો અને નોખી-અનોખી વાતો.
- નીલ આમસ્ટ્રોંગે એ ચંદ્ર પર સૌ પ્રથમ પોતાનો ડાબો પગ મૂકયો હતો અને તે સમયે તેના હ્રદયના ધબકારા પ્રતિમિનિટ 156ની ગતિએ ધબકતા હતા.
- માર્ક ઝુકર બર્ગ, સ્ટીવ જોબ્સ અને બીલગેટસ આ બધામાં કોમન વાત એ છે કે આ ત્રણમાંથી એકેય પાસે કોલેજની ડિગ્રી નથી.
- આપણા મનપસંદ ‘વોટસ એપ’ નો ઉ5યોગ વિશ્ર્વની પ3 ભાષામાં કરી શકીએ છીએ સાથે દુનિયાના કોઇપણ છેડે મફત વિડીયો કે ઓડીયો કોલ કરી શકીએ છીએ.
- આજથી 160 વર્ષ પહેલા ર6મી ફેબ્રુઆરી 1411 ના રોજ અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. અમદાવાદની 6 સદીના ઇતિહાસમાં મુગલ, મરાઠા, અંગ્રેજ અને હવે ભારત સરકારનું શાસન ચાલે છે.
- આપણાં રાજસ્થાન રાજય કરતાં ફ્રાન્સ દેશનું ક્ષેત્રફળ નાનું છે, અને આ દેશમાં જ ‘એપ્રિલ ફૂલ ડે’ ની શરુઆત થઇ હતી.
- મહારાણા પ્રતાપનો ભાલો 81 કિલોનો છાતીનું કવચ 7ર કિલોનું હતું. ભાલો, કવચ, ઢાલ અને સાથે બે તલવારનું વજન સાથે કુલ 208 કિલો વજન થતું હતું.
- દુનિયામાં તમારા જેવા જ દેખાતા ઓછામાં ઓછા 6 લોકો હોય છે જેને મળવાનો ચાન્સ 9 ટકા જ હોય છે.
- ‘અમુલ’ નું આખું નામ ‘આણંંદ મિલ્ક યુનિયન લિમિટેડ’ છે.
- આપણાં શરીરમાં સૌથી પાતળી ચામડી આપણી ‘આંત’ ની હોય છે જે 0.2 થી 0.5 એમ.એમ. હોય.
- ઉનાળામાં આવતી કેરી ફળોનો રાજા કહેવાય છે, તેનું આજથી પ000 વર્ષ પહેલા સૌથી પહેલા ભારતમાં વાવેતર થયું હતું.
- નાના બાળકનું વધુ સુવાનું કારણ એ છે કે તેમનું મગજ શરીર દ્વારા બનાવેલ પ0 ટકા ગ્લુકોસ ઉપયોગ કરી લે છે.
- માઉન્ટ એવરેસ્ટ પર આજે પણ ર00 થી વધારે શબ પડેલા છે.
- કોકીન ડ્રગ્સની લત લાગી હોય એવા લોકોનું હ્રદય શરીરમાંથી બહાર કાઢયા બાદ પણ રપ મિનિટ ધબકતું રહે છે.
- લગભગ 17મી શતાબ્દી સુધી આપણો દેશ ભારત દુનિયાનો સૌથી અમીર દેશ હતો.
- તમને જાણીને નવાઇ લાગશે કે દર વર્ષે લગભગ 1 લાખ પ્રાણીઓ પ્લાસ્ટિક બેગ ખાય જવાથી મૃત્યું પામે છે.
- માણસ કરતાં સુંઘવાની શક્તિ શ્ર્વાનમાં 5 ગણી વધારે હોય છે.
- વિશ્વમાં સૌથી વધુ શાકાહારી આપણાં દેશ ભારતમાં છે.
- વાદળ પ્રતિ સેક્ધડ 146 ફૂટ ઝડપે ચાલે છે એટલે કે આ વાદળને મુંબઇથી દિલ્હી પહોંચતા 9 કલાક લાગે છે.
- અત્યાર સુધી માત્ર 12 માણસો જ ચંદ્ર પર ગયા છે અને છેલ્લા 42 વર્ષથી ચાંદ પર કોઇ ગયું જ નથી.
- સિંહની ગર્જનાને 8 કિ.મી. દૂરથી પણ સાંભળી શકાય છે.
- વિશ્વના એક તૃતીયાંશ હિરા એકલા સુરતમાં જ પોલીશ થાય છે.
- માઇક્રોસોફ્ટમાં 34 ટકા અને અમેરીકામાં 38 ટકા ડોક્ટર આપણાં દેશ ભારતના છે અર્થાત ભારતીય છે.
- ટાઇમ મેગેઝીનનું આખુ નામ ‘ધ ઇન્ટરનેશનલ મેગેઝીન ઓફ ઇવેન્ટ’ છે.
- દુનિયાના 70 ટકા મસાલા આપણાં દેશ ભારતમાં બને છે.
- વિશ્વમાં સૌથી મોટુ જહાજ ભાંગવા માટેનું યાર્ડ ગુજરાતના ભાવનગર નજીક ‘અલંગ’માં છે.
- સૌથી વધારે એવોર્ડ જીતવાવાળી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ના નામે છે તેને 92 એવોર્ડ મળ્યા હતા.
- આપણું ગુજરાત ભારતમાં દૂધનું સૌથી મોટુ ઉત્પાદક છે.
- કોહિનુર હીરો ભારતની ગોલકુંડા ખાણમાંથી કાઢવામાં આવેલ હતો. આંધ્રપ્રદેશની આ ખાણ દુનિયાની સૌથી પ્રાચીન ખાણ છે.
- દુનિયામાં સૌથી વધારે સોનું દક્ષિણ આફ્રિકામાં પ્રાપ્ત થાય છે.
- શ્રીલંકામાં એકમાત્ર હવાઇ મથક કોલંબોમાં છે, વિશ્ર્વની સૌથી પહેલી મહિલા પ્રધાનમંત્રી ભંડાર નાયક જે શ્રીલંકાથી જ હતા.
- ભગવદ્ ગીતાનું પહેલું અંગ્રેજીમાં રૂપાંતર 1785માં ચાર્લ્સ વિલ્કિસએ લંડનમાં કરેલ હતું.
- સૌથી લાંબો સાપ ‘પાઇથન રેટિફૂલટેસ’ છે જેની લંબાઇ 30 ફૂટ જેટલી હોય છે.
- સોનાનો સૌ પ્રથમ ટુકડો 5 ફેબ્રુઆરી 1869માં ઓસ્ટ્રેલિયામાં મળ્યો હતો. 69 કિલોના આ ટુકડો જમીનની 2 ફૂટ નીચેથી જ મળ્યો હતો.
- સૌથી પહેલા એટીએમ મશીન 27 જૂન 1967માં લંડનની બાર્કલેજ બેંકમાં મુકવામાં આવ્યા હતા.
- ઓડિશાના પૂરીમાં આવેલ જગન્નાથ મંદિરનો ધ્વજ હવાથી વિપરીત દિશામાં ફરકે છે.
- ‘શોલે’ ફિલ્મનો ડાયલોગ ‘કિતને આદમી થે’ 40 વાર રીટેક થયા બાદ ઓકે થયો હતો.
- સાઉદી અરેબીયા વિશ્ર્વનો એકમાત્ર દેશ છે જ્યાં એકપણ નદી નથી.
- મનુષ્યનું લોહી 21 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
- રવિવારની 2જી ઇ.સ.1843માં શરૂ થઇ હતી.
- વિશ્વમાં સોનું ખરીદ કરવામાં ભારતીયો સૌથી આગળ છે. સોનુએ ભારતીય સંસ્કૃતિનો મુખ્ય ભાગ છે.
- ઇઝરાયલ દેશમાં દર 100માંથી 90 ઘરો સોલાર ઉર્જાનો વપરાશ કરે છે.
- વિશ્વમાં સૌથી વધુ રોજગાર ભારતીય રેલ્વે આપે છે. જેમાં 16 લાખ લોકો કામ કરે છે.
- વીંછી જીવનમાં માત્ર એક જ વાર બચ્ચાને જન્મ આપે છે અને પછી તરત જ મરી જાય છે.
- દુનિયાની સૌથી મોટી ‘ચાયના’ દિવાલ નિર્માણમાં 10 લાખથી વધુ મજૂરોના મૃત્યુ થયા હતા.
- શુક્રગ્રહ પરનો એક દિવસ પૃથ્વીના એક વર્ષ કરતાં પણ મોટો છે.
- માણસના મગજનું વજન લગભગ 1.4 કિલો હોય છે.
- વિશ્વની સૌથી મોટી પ્રતિમામાં 10માંથી 8 પ્રતિમા ભગવાન બુધ્ધની છે.
- આપણી આંખ એક નેચરલ કેમેરો છે અને તે 576 મેગા પિક્સલ છે.
- વિશ્વની સૌથી મોંઘી ફિલ્મ ‘પાઇરેટ્સ ઓફ કેરેબિયન’ છે જેનો ખર્ચ 27 અબજ રૂપિયા થયો હતો.
- ગુગલ કંપનીનો કોઇ કર્મચારી મૃત્યુ થાય તો તેની પત્નીને 10 વર્ષ સુધી અડધો પગાર મળે અને તેના બાળકને 19 વર્ષનો ન થાય ત્યાં સુધી દર માસે એક હજાર ડોલર અપાય છે.
- જંગલમાં લડવા માટે ભારતીય સેના વિશ્ર્વમાં નંબર વન છે. અમેરિકા-રશિયા અને બ્રિટેન દેશની સેના અહિ તાલિમ લેવા આવે છે.
- દુનિયામાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સાઉથ કોરીયામાં આવે છે. જેની સ્પીડ 33.5 એમબીપીએસ છે.
- વાર્ષિક આવક પર આધારિત સુરત ભારતમાં સૌથી ધનવાન શહેર ગણાય છે.
- ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી હરિયાળું પાટનગર ગણાય છે.
- ભારતનું સૌથી પ્રથમ એરપોર્ટ મુંબઇનું જુહુ એરપોર્ટ છે.
- ભારત 90 દેશોને સોફ્ટવેર વેચે છે.