• હિંદુ ધર્મમાં વાઘ બારસનું ખુબ મહત્વ રહેલું છે
  • કાર્તિક માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિને ઉજવાય છે વાઘ બારસ
  • વાઘ બારસને નંદની વ્રત તરીકે પણ ઉજવવામાં આવે છે

Vagh Baras 2024 : હિંદુ ધર્મગ્રંથ એવા ‘ભવિષ્ય પુરાણ’માં વાઘ બારસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દિવ્ય ગાય નંદીની કથા વર્ણવાય છે. તેમજ હિંદુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે તમામ મહિલાઓ તેમના બાળકોની લાંબી આયુષ્ય માટે વ્રત પણ રાખતી હોય છે. તેમજ માન્યતા મુજબ, જો કોઈ સંતાનહીન મહિલાએ ભક્તિપૂર્વક આ વ્રત રાખે છે, તો તેને જલદી સંતાન સુખની પ્રાપ્તી થાય છે. આ દિવસને “ગૌવત્સ દ્વાદશી” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન દત્તાત્રેયના અવતાર વલ્લભની પૂજા કરવામાં આવે છે.

આ ઉત્સવ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિને ઉજવાય છે

હિંદુ ધર્મમાં વાઘ બારસનું ખુબ મહત્વ રહેલું છે. તેમજ એક માન્યતા પ્રમાણે આ ઉત્સવ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિને ઉજવવામાં આવે છે, જેમાં ખાસ કરીને ગાય માતાની પૂજા કરવામાં આવે છે. વેપારી વર્ગ આ દિવસે પોતાના જૂના જે પણ ખાતા-બહીને જોઈને ઉધારી ચૂકવવાનો કાર્ય કરે છે અને પછી નવા ખાતા-બહીની શરૂઆત પણ કરતા હોય છે.

હિંદુ ધર્મમાં વાઘ બારસનું અનેરૂ મહત્વ

COW1

વાઘ બારસને “નંદની વ્રત” તરીકે પણ ઉજવવામાં આવે છે, જેને ગૌવત્સ દ્વાદશી કહેવામાં આવે છે. આ અવસરે મહિલાઓ ઉપવાસ કરીને વ્રત કરે છે અને ગાયના બછડાની પૂજા કરે છે. આ ઉપરાંત મહિલાઓ બછડાને સુંદરતાથી શણગારતી હોય છે અને આ ઉત્સવ ખાસ કરીને સંતાન સુખની પ્રાપ્તી માટે મોટા શ્રદ્ધાભાવે ઉજવવામાં આવે છે. તેમજ વાઘ બારસનો ઉત્સવ માત્ર ધાર્મિક આસ્થા નહીં, પરંતુ વેપારી પરંપરાઓ અને કુટુંબની ખુશીઓના સ્તંભ તરીકે પણ મહત્વ ધરાવે છે.

વાઘ બારસ પર્વના અર્થ વાત કરવામાં આવે તો, તેનો અર્થ કોઇની વિત્તીય કરજ ચુકવવો એવો થાય છે. આ દિવસે ખાસ કરીને વ્યવસાયિક વર્ગના લોકો તેમના ખાતાના ઉધારને ખતમ કરીને નવા બહી ખાતાની શરૂઆત કરે છે. ત્યારબાદ નવા લેન્દેનની પ્રક્રિયા શરૂ થાય છે. આ ઉત્સવને ગૌવત્સ દ્વાદશી અથવા નંદની વ્રત પણ કહેવાય છે. તેમજ આ દિવસે દરેક ભક્ત પૂજનીય ગાય ‘નંદની’ની પૂજા કરે છે. આ દરમિયન માન્યતા મુજબ, વાઘ બારસની પૂજા કરવાથી ભગવાન ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. આ ઉત્સવ સમગ્ર દેશમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં વાઘ બારસની ઉજવણી

COW

ગુજરાતીઓ માટે પણ વાઘ બારસનું ખુબ જ મહત્વ રહેલું છે. ગુજરાતમાં ધૂમધામ વાઘ બારસ મનાવવામાં આવે છે. ગૌવત્સ દ્વાદશી પર આંધ્ર પ્રદેશના પીઠાપુરમમાં દત્ત મહાસંસ્થાનમાં ‘પાદ વલ્લભ આરાધના ઉત્સવ’નું આયોજન ઘણું જ ધૂમધામથી થાય છે, જ્યારે ગુજરાતમાં તેને વાઘ બારસ તરીકે મનાવવામાં આવે છે. કેટલીક માન્યતાઓ મુજબ, આ ઉત્સવ ગાયોનું પૂજન કરવાનો પર્વ છે. પરંપરાગત હિંદુ કેલેન્ડર અનુસાર, આ પર્વ ચંદ્ર માસના કૃષ્ણ પક્ષના 12 માં દિવસે ઉજવવામાં આવે છે. જેનું હિંદુ ધર્મમાં ખુબ મહત્વ રહેલું છે.

વાઘ બારસના દિવસે ગાયની વિશેષ પૂજા થાય છે

COW2

સૌથી મહત્વની વાત એ છે કે, આ દિવસે ગાયોને પવિત્ર પાણીથી સ્નાન કરાવવામાં આવતું હોય છે. ત્યારપછી વસ્ત્રો પહેરાવીને તેની પૂજા કરવામાં આવતી હોય છે. જો આસપાસ ગૌમાતા ન મળતાં હોય, તો શ્રદ્ધાળુ લોકો માટીની ગાય અને બછડાની મૂર્તિ બનાવીને પૂજા કરે છે. ત્યારબાદ આ મૂર્તિઓ પર કુમકુમ અને હળદર અર્પણ કરવામાં આવે છે. તેમજ વાઘ બારસની સાંજે ગૌમાતાની પૂજા અને આરતી કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ગાયની સાથે સાથે ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે, કારણ કે ભગવાન કૃષ્ણને ગાય બહુ પ્રિય છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.