શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પરમાત્મા બનવાનું મંગલાચરણ નય સાહના ભવમાં થયું. તેથી તેમના આત્માએ કેવી સાધના પૂર્વભવમાં કરી, કેવા કષ્ટો-ઉપસર્ગોને સહન કરી કેવી કસોટીની પળોમાંથી આત્મા પસાર થયો, પૂર્વભવોને સમજતાં જ આપણને બધાને ખ્યાલ આવી જાય કે ‘મહાવીર કેમ બનાય !’
પ્રભુ મહાવીરના પાંચ કલ્યાણક છે. (1) ર્યંવન (2) જન્મ (3) દીક્ષા (4) કેવળજ્ઞાન અને (5) નિર્વાણ કલ્યાણક.
ચૈત્ર સુદ-13ના જન્મ અને 30 વર્ષની વયે કારતક વદ-10ના દીક્ષા અંગીકાર કરી હતી. 12 વર્ષ અને 6 માસ મૌનની સાધના કર્યા બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. જીવનમાં અનેક પરિષદ-ઉપસર્ગ આવ્યા છતાં સિંહસમાન શૌર્યતાથી સહન કરતા રહ્યા. ધ્યાનની ધૂણીમાં ધખતા ગયા. તપની પાવક જ્વાળામાં કર્મોને જલાવતા ગયા. સફળતાના શિખર પર પહોંચવા સાધનાના સોપાન સર કરતાં ગયા.
“અડગ રહા જો અપને પથ મેં લાખ મુસીબત આને પર, મિલે સફલતા ઉન્હેં જગ મેં, જીને પે ઔર મર જાને પર” પ્રભુ મહાવીરના ત્રણ સિદ્વાતો જગત કલ્યાણમાં અતિ ઉપયોગી છે. જેમાં (1) આચારે અહિંસા (2) વિચારે અનેકાંત અને (3) વ્યવહારે અપરિગ્રહ અપનાવવા જરૂરી છે. માત્ર પ્રવૃત્તિમાં ધર્મ ન રાખો, તેને પરિણતિમાં પ્રવેશવા દો. પરિણામની શુદ્વિ વિના પરમાત્મા બની શકાતું નથી. “અસત્ય કા પર્દા ઉઠાને કે લિયે આયે થે, અહિંસા કા મોતી લૂંટાને કે લિયે આયે થે તુમ અંધેરો મેં ભટકો તો મહાવીર ક્યા કરે? મહાવીર તો ભીતર કા અંધકાર મિટાને આયે થે.”