આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે જરૂરી દસ્તાવેજોમાંનું એક છે. આજકાલ તેનો ઉપયોગ લગભગ દરેક જગ્યાએ થાય છે. પછી તે સબસિડીનો લાભ હોય, બેંક ખાતું ખોલાવવાનું હોય કે પછી બાળકોને શાળામાં દાખલ કરાવવાનું હોય. દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. તેથી બાળક પાસે આધાર કાર્ડ હોવું પણ જરૂરી છે.

આધારકાર્ડ ૧

 

બાળકના આધાર કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

-બાળકના આધાર કાર્ડની અરજી કરવા માટે, તમારી પાસે બાળકનું જન્મ પ્રમાણપત્ર અથવા શાળા પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

-માતાપિતાનું આધાર કાર્ડ અથવા અન્ય કોઈપણ માન્ય સરકારી ઓળખ કાર્ડ જેમ કે પાન કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે.

-માતાપિતાના સરનામાના પુરાવા માટે વીજળીનું બિલ, પાણીનું બિલ અથવા ટેલિફોન બિલ હોવું જરૂરી છે.

-બાળકનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જરૂરી છે.

ઘરે બેસીને આધાર કાર્ડ બનાવો

આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. ત્યારબાદ આ વેબસાઇટ પર તમારે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે.

જ્યાં બાળકનું નામ, માતા-પિતાનું નામ અને આધાર નોંધણી ફોર્મ સહિત ઘણી મહત્વપૂર્ણ માહિતી ભરવાની હોય છે.

તેમાં તમારે સરનામું, વિસ્તાર, જિલ્લો/શહેર, રાજ્ય વગેરે જેવી માહિતી ભરવાની રહેશે.

ત્યારપછી એપોઇન્ટમેન્ટ બટન પર ક્લિક કરો અને આધાર કાર્ડ એનરોલમેન્ટ માટે શેડ્યૂલ પસંદ કરો. તેમજ તમે તમારા ઘરની નજીકનું એનરોલમેન્ટ સેન્ટર પસંદ કરી શકો છો.

ત્યારબાદ તમારે એપોઇન્ટમેન્ટની તારીખે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. અને ત્યાં તમારે તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાના આધાર કાર્ડની ફોટોકોપી અને રેફરન્સ નંબર આપવો પડશે.

તમામ દસ્તાવેજોની ચકાસણી એનરોલમેન્ટ સેન્ટર પર કરવામાં આવશે. ત્યારબાદ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. તેમજ આ માટે બાળકોનું બાયોમેટ્રિક્સ કે રેટિના સ્કેન લેવામાં આવતું નથી.

સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, અરજદારને એક સ્વીકૃતિ નંબર આપવામાં આવે છે, જેની મદદથી તમે અરજીની સ્થિતિ જાણી શકો છો.

ત્યારબાદ 60 દિવસ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS મોકલવામાં આવશે. તેમજ નોંધણી પ્રક્રિયાના 90 દિવસની અંદર તમને તમારા બાળકનું આધાર કાર્ડ મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.