શિયાળાની શરૂઆત થઇ ચુકી છે. શિયાળામાં મગફળીની મબલક આવક થશે. તેથી શિયાળા માં મગફળીનું સેવન કરવું જોઈએ કેમકે મગફળી આરોગ્ય માટે ઘણી ફાયદાકારક છે
એકરીતે જોઈએ તો દરેકને મગફળી પસંદ હોઈ છે. મગફળીમાં મટન અને ઇંડાથી વધારે પ્રોટીન અને અન્ય પોષક પદાર્થો હાજર હોઈ છે, તેથી તેના વપરાશથી આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ચાલો તો આપણે જાણીએ મગફળીના કેટલાક લાભ વિશે જે કદાચ તમે જાણતા પણ નથી.
-મગફળીનું સેવન કરવાથી પાચન શક્તિ તંદુરસ્ત બને છે.
-રોજ મગફળીનું સેવન કરવાથી શરીરમાં ખનિજ અને વિટિમન્સની માત્રા માં ઘણો વધારો થાય છે અને આ બન્ને આપણા શરીર માટે અત્યંત જરૂરી હોઈ છે.
-મગફળીનું સેવન કરવાથી શરીરને હૂંફાળું રહે છે અને ફેફસાં સ્વસ્થ રહે છે.
– જમ્યા પછી મગફળીનું સેવન કરવાથી મોટાપો ઓછો થાઈ છે.
– જે લોકોને શ્વાસની તકલીફ છે તેમના માટે મગફલી ખૂબજ ગુણકારી છે.