એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે પરંતુ સ્વાસ્થય પણ અર્પે છે.જાણો આપણી લાઈફમાં આરોગ્યની દષ્ટીએ શુ મહત્વ છે?
ઝાંઝર, કડા અને પાયલ પહેરવાથી પગને શ્રમ ઓછો પડે છે.પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
વીંટી પહેરવાથી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત મળે છે.
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે. તોતોડાપણું દૂર કરવામાં મદદરૂપ થાય છે. હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.
પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલીસ્નાયુઓની પીડા રોકે છે, રાત્રીનાં બિહામણા સપના રોકે છે.