મહિલાઓ પોતાના નખનું ખાસ ધ્યાન રાખે છે, પરંતુ તમે જાણતા હોવા જોઇએ કે બહારથી જ નખનું ધ્યાન રાખવાથી કંઇ નહીં થાય. લોકો ઘણીવાર નખને હળવાશથી લે છે, પરંતુ તે શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. અને તમે નખ જોઈને જ તમારા સ્વાસ્થ્ય વિશે ઘણી બાબતો જાણી શકો છો અને ઘરે બેસીને તેની સારવાર પણ કરી શકો છો. નખ જોઈને તમે કહી શકો છો કે તમારા શરીરમાં કયા જરૂરી વિટામિન્સની કમી છે અથવા તમારા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોઈ શકે છે. આ માટે તમારે ફક્ત તમારા નખ પર ધ્યાન આપવાની અને તેને સમજવાની જરૂર છે.
પીળા નખ :
જો તમારા નખ ખૂબ જ પીળા થઈ ગયા હોય તો તમારે સમજી લેવું જોઈએ કે વિટામિન B12 અને વિટામિન B16ની ગંભીર ઉણપ છે. આવી સ્થિતિમાં, તમારે પ્રોટીનથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ, જેમ કે લીલા ચણા, પાલક, દૂધ, ચીઝ અને સોયા, તમે આ બધી વસ્તુઓનું સેવન કરી શકો છો. તેનાથી આ વિટામિનની ઉણપ પૂરી થશે.
કાળા નખ :
જો તમારા નખ કાળા થઈ ગયા હોય તો સમજી લો કે તમારી કિડનીમાં કોઈ સમસ્યા છે. નખ કાળા થઈ ગયા છે જેનો અર્થ છે કે કિડનીમાં પથરી છે, કિડની ફેલ થઈ ગઈ છે અથવા કિડની વ્યવસ્થિત કામ નથી કરી રહી. જો નખ એકદમ સફેદ દેખાય છે તો શરીરમાં હિમોગ્લોબિનની તીવ્ર ઉણપ છે. આવી સ્થિતિમાં તમારે બીટરૂટ, દાડમનો રસ, પાલક, દૂધ, પપૈયું, કીવી અને ફળોના રસનું સેવન કરવું જોઈએ.
નખમાં ખાડા પડી જવાઃ
ઉંમર વધવાની સાથે નખનો શેપ ચમચીના આકાર જેવો થઈ જાય છે. પરંતુ જો નાની ઉંમરમાં જ નખનો શેપ ચમચી આકારનો થઈ જાય તો, સમજવું કે, તમારું શરીર આયરનને બરાબર રીતે પચાવી નથી શકતું. એનીમિયા, હેમોક્રોમૈટોસિસ અથવા પ્લમર-વિન્સન સિંડ્રોમ પણ હોય શકે છે. તેવામાં આયરનના લેવલને ચેક કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવો.
તૂટેલા નખ :
બ્રિટલ નેલ્સ કે પછી નખનું વારંવાર તૂટવું તે વાતનો સંકેત આપે છે કે તમારા નખ ખૂબ નબળા પડી ગયા છે. નખની આ સ્થિતિ જણાવે છે કે તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ છે. જ્યારે નખ ત્રાંસા તૂટે છે તો તેને ઓનિકોસ્ચિજિયા કહેવાય છે, જ્યારે નખ વધવાની દિશા તૂટે છે તો તેને ઓનીકોરહેક્સિસ કહે છે. નખ તૂટવાનો અર્થ છે શરીર નબળું પડી રહ્યું છે.
ઝાંખા નખ :
નખનો રંગ ઝાંખો પડી જવો ઉંમર વધવાનો સંકેટ આપે છે. મોટાભાગે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોના નખ ઝાંખા પડી જાય છે. જોકે, ઓછી ઉંમરે નખ ઝાંખા થવાનો અર્થ છે કે શરીરમાં કોઇ બીમારી આવી છે. શરીરમાં લોહીની કમી, કુપોષણ, લીવરની બીમારી કે પછી હાર્ટ સંબંધિત સમસ્યાઓના કારણે નખ ઝાંખા પડી જાય છે.
સફેદ નખ :
ઘણી વખત આંગળીઓ પર ઇજા થવાથી નખ સફેદ થઇ જાય છે, પરંતુ જો તમારા તમામ નખ ધીમે-ધીમે સફેદ થઇ રહ્યા છે તો તેનો મતલબ છે કે તમારું શરીર સ્વસ્થ નથી. આ પ્રકારના નખ લીવર સંબંધિત બીમારી, ક્રોનિક કિડની ડિસીઝ અને કંઝેસ્ટિવ હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓનો સંકેત આપે છે.