લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. તેમજ ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
AC આજના સમયની જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. ઘર હોય, ઓફિસ હોય કે કાર, લોકો માટે AC વગર એક પળ પણ પસાર કરવી મુશ્કેલ બની રહી છે. તેમજ સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સખત તડકામાંથી અંદર આવે છે, ત્યારે AC રૂમમાં 5 મિનિટ બેસી રહેવાથી પણ રાહત મળે છે. આ સાથે અમને હવે AC નિયમિત ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ આ AC નો વધુ પડતો ઉપયોગ આપણા શરીર માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. ACના વધુ પડતા ઉપયોગને કારણે ઈન્ફેક્શન, એલર્જી જેવી સમસ્યાઓ થવા લાગે છે.
AC થી થતી આડઅસરો
સૂકી આંખો :
જો તમારી આંખો પહેલેથી જ શુષ્ક છે, તો લાંબા સમય સુધી ACમાં રહેવાથી આંખો પર ખરાબ અસર પડી શકે છે. આ સાથે જો તમારી આંખો શુષ્ક છે, તો પછી તમે તેમાં વધુ ખંજવાળ અને બર્નિંગ અનુભવશો. તેમજ ડ્રાય આઈ સિન્ડ્રોમ ધરાવતા લોકોએ લાંબો સમય ACમાં ન રહેવું જોઈએ.
શુષ્ક ત્વચા :
જે લોકો લાંબા સમય સુધી ACમાં બેસે છે, તેઓમાં શુષ્ક ત્વચા એક સામાન્ય સમસ્યા છે. આ ઉપરાંત જ્યારે તમારી ત્વચા ખૂબ શુષ્ક થઈ જાય છે ત્યારે ખંજવાળ શરૂ થાય છે. તાપમાંથી તરત જ ACમાં જવાથી ત્વચાને શુષ્ક ખંજવાળ પણ આવી શકે છે.
ડિહાઇડ્રેશન :
અન્ય રૂમની સરખામણીમાં AC રૂમમાં ડિહાઇડ્રેશન વધુ હોય છે. આ સાથે હાઇ કૂલિંગ પર AC ચલાવવાથી, AC રૂમમાંથી ઘણો ભેજ શોષાઇ જાય છે, તેના કારણે તમે ડિહાઇડ્રેટેડ અનુભવી શકો છો.
શ્વસનના રોગો :
લાંબો સમય ACમાં રહેવાથી નાક, ગળા અને આંખોની સાથે શ્વાસની તકલીફ થઈ શકે છે. તેમજ આપ ડ્રાઇ થ્રોટ,રાઇનાઇટિસ, અને બંધ નાકની સમસ્યા થઇ શકે છે. રાઇટિ નાઇટિસ એક એવી સમસ્યા છે, જે નાકના મૂકૂસ મેંમબરેનના સોજોનું કારણ બને છે. જે એક વાયરલ ઇન્ફેકશન અથવા એલર્જીક રિએકશનના કારણે થાય છે
માથાનો દુખાવો :
AC ને કારણે ડીહાઈડ્રેશન થવાથી માથાનો દુખાવો અને માઈગ્રેન થઈ શકે છે. આ સાથે ડિહાઇડ્રેશનએ એક ટ્રિગર છે જે ઘણીવાર માઇગ્રેનના કિસ્સામાં અવગણવામાં આવે છે. જ્યારે તમે AC રૂમની અંદર અને બહાર નીકળો છો અથવા લાંબા સમય સુધી ACમાં રહ્યા પછી અચાનક ગરમીમાં બહાર જાઓ છો, ત્યારે તમને માથાનો દુખાવો થવાની સમસ્યા પણ થઇ શકે છે.