World Students’ Day : વિશ્વ વિદ્યાર્થી દિવસ દર 15 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. એપીજે અબ્દુલ કલામ જે લગભગ દરેક વિદ્યાર્થી માટે પ્રેરણારૂપ છે. ભારતના મિસાઈલ મેન કે જેઓ પોતાની સાદગી અને પોતાના કામ માટે દુનિયાભરમાં જાણીતા છે.
ભારત રત્ન મિસાઈલ મેન ડો. અબ્દુલ કલામ તા .15-10 2024 જન્મદિન નિમિત્તે હાર્દિક શ્રદ્ધા સુમન અપાઇ રહ્યા છે.
ડો. કેશવરાવ બલીરામ હેડગેવારે કહ્યું હતું કે, ” નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણ” તે જ વાત ભારતરત્ન ” ડો. અબ્દુલ કલામનો એક સંદેશો ઈન્ટરનેટ ઉપર દેશના લોકોને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે મૂકવામાં આવ્યો હતો, એ સંદેશાને જબરજસ્ત લોકપ્રિયતા મળી છે. શું આપની પાસે દેશ માટે દસ મિનિટ છે?
આવા એકદમ નિરાળા ઈ-મેઈલ સંદેશા વડે ડોકટર કલામે ઘરના એક મુખ્ય વ્યકિતની હેસિયતથી દેશવાસીઓને એવો મીઠો ઠપકો આપ્યો છે કે, જે લોકો એવો સંદેશો વાંચે તેને પોતાની જાત ઉપર શરમ આવવા લાગે, તેમના તરફથી એવી સલાહ આપવામાં આવી છે કે, દરેકના મનમાં ભારત અને ભારતીયતા પ્રત્યે ગૌરવ ઉત્પન્ના થાય, ડોકટર કલામે પોતાના સંદેશાની શરૂઆતમાં જ પૂછયું કે, : ” તમારી પાસે દેશ માટે દસ મિનિટનો સમય છે? જો છે તો આ સંદેશો વાંચો, નહિં તો તમારી મરજી.”
ત્યારબાદ દેશના લોકોની વિચારધારા બતાવીને તેઓ કહે છે કે :-
આપ કહો છો કે, અમારી સરકાર કામ કરતી નથી.
આપ કહો છો કે, અમારા કાયદા જૂના થઈ ગયા છે.
આપ કહો છો કે, ફોન કામ કરતા નથી, રેલ્વે મજાક બની ગઈ છે, આખી દુનિયામાં અમારી એરલાઈન્સ બધા કરતા ખરાબ છે.
પોસ્ટના કાગળો ઉપરના માળ સુધી પહોંચાડવામાં આવતા નથી.
આપ કહો છો કે, અને કહેતા રહો છો, આપે આ વિષયમાં શું કર્યુ ?
ત્યારબાદ કહ્યું કે, એમ ધારી લેવામાં આવે કે, એક વ્યકિત સીંગાપુરમાં જઈ રહી છે. આવી વ્યકિતને તમોતમારૂં પોતાનું નામ આપો અને તમે તેને તમારી સીકલ આપો.
ડોકટર કલામ યાદ અપાવે છે કે, ” તમારા માટે જ વાત કરી રહ્યો છું- ફકત તમારા માટે.” ડોકટર કલામ કહે છે કે, તમો બીજા દેશોની વ્યવસ્થાનું પાલન કરી શકો અને તેને આદર આપો છો પરંતુ આપણા પોતાના દેશની વ્યવસ્થાનું આદર અને પાલન કરતા નથી. જેવા તમે ભારતની ધરતી ઉપર પગ મૂકો છો કે તુરંત જ સીગરેટનું ઠુંઠુ હવામાં ઉડાડો છો – ફેંકો છો. કાગળના ટૂકડાઓ ઉડાડી દો છો. જો તમો બીજા દેશોમાં તમારી જાતને પ્રશંસનીય નાગરિક બનાવી શકો છો તો પછી તમો નાગરિક ભારત દેશમાં કેમ બની શકતા નથી?
ડોકટર કલામે આગળ મુંબઈ મહાનગરપાલિકાનો દાખલો આપીને જણાવ્યું કે,” લોકો પોતાના કુતરાને લઈ રસ્તા પર ફરવા નીકળે છે અને જયાં ત્યાં ગંદકી કરીને પાછા પહોંચી જાય છે અને ગંદકી માટે સત્તાવાળાઓનો દોષ કાઢે છે. શું તેઓ એવી આશા રાખે છે કે, જયારે પણ તેઓ બહાર ફરવા નીકળે ત્યારે એક ઓફિસર તેમની પાછળ ઝાડુ લઈને ચાલે અને જયારે તેમનો કૂતરો સંડાસ કરે ત્યારે એક વાટકો તેની પાછળ લગાવે ?દ્વદ્વ રાષ્ટ્રપતિએ એવા ઉદાહરણો આપ્યા છે કે, અમેરિકા અને જાપાનમાં કુતરાએ કરેલું સંડાસ કુતરાના માલિકે પોતે સાફ કરવું પડે છે. ત્યારબાદ આવી વ્યવસ્થા માટે ડોકટર કલામે જણાવ્યું છે કે, આપણે સરકાર ચૂંટવા માટે વોટ આપવા જઈએ છીએ અને ત્યાં આગળ આપણી તમામ જવાબદારીઓ ખાલી કરીને આવી જઈએ છીએ.
ટૂકડાઓને કચરાપેટીમાં નાંખવાની તકલીફ પણ ઉઠાવતા નથી. રેલ્વે આપણને સાફ સુથરા બાથરૂમ આપશે પરંતુ તેને વ્યવસ્થિત કેમ વાપરવા તે પણ આપણે શીખશું નહિં ? ડોકટર કલામે કહ્યું કે, હાલમાં આવા પ્રકારનું વલણ પ્રવર્તમાન છે. આપણે ડ્રોઈંગરૂમમાં બેસીને ગળું ફાડી ફાડીને દહેજની વિરૂધ્ધ બૂમો પાડીએ છીએ પરંતુ આપણા પોતાના ઘરમાં તેનાથી વિપરીત કૃત્ય કરીએ છીએ અને બહાનું તો જુઓ, પુરી વ્યવસ્થા ખરાબ છે. જો હું મારા દીકરાના લગ્નમાં દહેજ નહીં લઉ તો કયો મોટો ફરક પડવાનો છે ?
ભુતપૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના સંદેશોમાં પૂછ્યું કે, કોણ આ વ્યવસ્થા બદલશે? આ વ્યવસ્થા કોની છે? તમો સરળતાથી કહી દેશો કે અમારા પાડોશી, આજુબાજુના ઘરવાળા, બીજા શહેરો, અન્ય સમુદાયો અને સરકાર પરંતુ તેમાં આપનો અને મારો સમાવેશ બિલકુલ થતો નથી. જયારે કંઈ સા કરવાનો આપણો પ્રસંગ આવે છે તેવા વખતે આપણે આપણા કુટુંબને સુરક્ષિત કવચમાં મૂકી દઈએ છીએ. બીજા દેશો તરફ જોઈએ છીએ અને આશા રાખીએ છીએ કે, કોઈ મિસ્ટર કલીન આવશે જે પોતાના જાદુઈ હાથ વડે ચમત્કાર કરશે અને જો એવું બનશે નહિં તો આવા દેશ છોડીને ચાલી જશો. એમણે કહ્યું, અમે આવા ડરથી અમેરિકા ભાગી જઈશું.
જો ઈંગ્લેન્ડમાં રોજગારી નહિ મળે તો આપણે ખાડીના દેશમાં ચાલી જશું. જો ખાડીના દેશમાં યુધ્ધ છેડાઈ જાય તો આપણે કહીશું કે, ભારત સરકાર અમને બચાવીને ઘેર લઈ આવે. આપણે દરેક દેશને ગાળ આપવા માટે તૈયાર છીએ. પરંતુ ઘરની વ્યવસ્થામાં આપણે કોઈ હકારાત્મક વલણ અપનાવીને પોતાનું યોગદાન આપવા માટે વિચાર કરતા નથી. શું આપણે આપણા આત્માને પૈસાના હાથમાં ગીરવે મૂકી દીધો છે ? ડોકટર કલામે નાગરિકોને દેશની વ્યવસ્થામાં સકારાત્મક યોગદાન આપવા માટે જોરપૂર્વક કહ્યું છે.
દેશના શ્રેષ્ઠ નાગરિક બનાવ માટેની શરૂઆત કરવા ડોકટર કલામે અપીલ કરતાં કહ્યું કે જો આ સંદેશમાં જે કાંઈપણ કહેવામાં આવ્યું છે તેની સાથે તમે સહમત છો તો તમે તમારા બીજા દસ સાથીઓને આવા કામમાં સામેલ કરો અને તેમને આ સંદેશો મોકલો.
જો ભારતે ર0ર0માં વિકસિત થવું હશે તો તે કેવલ યુવાનોના ખભા પર બેસીને જ થઈ શકશે.
તેમને વિદ્યાર્થીઓ માટે છ સૂત્રી પ્રતિજ્ઞા લેવડાવાઇ
હું મારો અભ્યાસ નિષ્ઠાપૂર્વક કરીશ અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરીશ.
હું ઓછામાં ઓછાં પાંચ વૃક્ષો વાવીશ અને તેના વિકાસ માટે સતત દેખભાળ કરીશ.
હું મારાં દુ:ખી ભાઈ-બહેનોનું દુ:ખ દૂર કરવા માટે સતત પ્રયાસ કરીશ.
હું એક પ્રબૂદ્ઘ નાગરિક બનવાની દિશામાં પ્રયત્ન કરીશ અને મારા કુટુંબને સચ્ચાઈના માર્ગ લઈ જઈશ.
હું શારીરિક અને માનસિક વિકલાંગ વ્યકિતઓનો મિત્ર બનીશ અને તેમને સામાન્ય મનુષ્ય જેમ સહજ અનુભૂતિ
કરાવવાનો પ્રયાસ કરીશ.
હું પ્રતિજ્ઞા કરું છું કે હું મારા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રમાણિકતાથી પરિશ્રમ કરીશ.
– સ્વ. ભુતપૂર્વ રાષ્ટ્રપતિનો સંદેશો
World Students’ Day : આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઈલ મેન, ડૉ એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ છે. ડૉ. એપીજે અબ્દુલ કલામના માનમાં 15 ઑક્ટોબરના રોજ વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી શરૂ થઈ. દર વર્ષે 15 ઓક્ટોબરે દિવંગત એરોસ્પેસ વૈજ્ઞાનિક, શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ડૉ. એપીજે અબ્દુલ કલામે શિક્ષણ ક્ષેત્રે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમજ તેઓ વિદ્યાર્થી જીવન માટે પ્રેરણા સ્ત્રોત છે. આ દિવસ તેમના યાદમાં ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ડૉ. એપીજે અબ્દુલ કલામને “લોકપ્રમુખ” તરીકે પણ પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે. ડૉ. એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઑક્ટોબર 1931ના રોજ રામેશ્વરમ, ભારતમાં થયો હતો. 18 જુલાઇ 2002 ના રોજ, તેમને ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
વિશ્વ વિદ્યાર્થી દિવસ 2024 ની થીમ શું છે?
વિશ્વ વિદ્યાર્થી દિવસ દર વર્ષે એક વિશેષ થીમ હેઠળ ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં આ દિવસની થીમ ‘વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સર્વગ્રાહી શિક્ષણ’ છે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવાનો છે અને શિક્ષણને માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ સુધી મર્યાદિત ન રાખવાનો છે.
વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણીની શરૂઆત ક્યારે થઈ હતી?
ડૉ. એ.પી.જે.ને વર્ષ 2010માં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અબ્દુલ કલામની 79મી જન્મજયંતિને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી, વિશ્વ વિદ્યાર્થી દિવસ દર વર્ષે 15 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ડો. એપીજે અબ્દુલ કલામની મહત્વની ભૂમિકા, તેમની સિદ્ધિઓ અને તેમણે વિદ્યાર્થીઓને આપેલી પ્રેરણાને આ દિવસે યાદ કરવામાં આવે છે. તેઓ માનતા હતા કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે કારણ કે તેઓ વિદ્યાર્થીઓને તેમના સંબંધિત વિષયોમાં નિપુણ બનાવવા માટે જવાબદાર છે. કલામે તેમનું સમગ્ર જીવન શિક્ષણ અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.
તેમણે 2002 થી 2007 સુધી ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી, અને તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ તેમના સ્નેહ અને જોડાણ માટે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો પ્રત્યે પ્રખ્યાત બન્યા હતા. તેમના ઉપદેશો અને પ્રેરણાત્મક શબ્દો આજે પણ લાખો વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક છે.
વિશ્વ વિદ્યાર્થી દિવસનું મહત્વ શું છે?
વિશ્વ વિદ્યાર્થી દિવસ એ તમામ વિદ્યાર્થીઓને સમર્પિત છે. જેઓ શિક્ષણ દ્વારા પોતાનું અને સમાજનું ભવિષ્ય સુધારવાનો પ્રયત્ન કરે છે. ડૉ. કલામે હંમેશા કહ્યું હતું કે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, અને તેમને સારું શિક્ષણ આપવું અને તેમને સાચી દિશા બતાવવી એ સમાજની જવાબદારી છે. આ દિવસની ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ, સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.