આ વાવની જટિલ કોતરણી અને પાંચ માળ ઊંડી છેકૂવામાં સાંસ્કૃતિક અને સ્થાપત્ય ચિત્રો હિન્દુઓ દ્વારા બાંધવામાં આવ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષ જૂના શાસ્ત્રોમાં પણ વર્ણન
આ વાવ પાંચ માળ ઊંડી છે કોતરણી ખુબજ જટિલ અને આકર્ષણ રૂપ
અડાલજની વાવને (Adalaj Stepwell) જટિલ રીતે કોતરવામાં આવેલ છે અને તે પાંચ માળની ઊંડી છે. સંસ્કૃતમાં એક શિલાલેખ પૂર્વીય પ્રવેશથી કૂવા સુધી પ્રથમ માળ પર સ્થિત આરસના સ્લેબ પર મળી આવેલા અડાલજ વાવનો ઇતિહાસ (History) સ્થાપિત કરે છે. તેનું બાંધકામ દંડાઈ દેશના વાઘેલા વંશના રાણા વીર સિંહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે યુદ્ધમાં માર્યો ગયો ત્યાર પછી પડોશી રાજ્યના મુસ્લિમ રાજા મહમૂદ બેગડાએ 1499માં તેને ઈન્ડો-ઈસ્લામિક (Indo – Islamic) સ્થાપત્ય શૈલીમાં બનાવ્યું.
પ્રાચીનકાળમાં પાણીઓનો સંગ્રહ કરવા માટે ઘણી વાવ બનાવામાં આવી હતી. આ વાવો માંથી આજે પણ કેટલીક પોતાની સુંદરતા અને આકર્ષણ કહાનીઓને લઇને પ્રચલીત છે. આજે આપણે એક એવી જ વાવની વાત કરીશું જે પોતાની સુંદરતા અને રહસ્યમય કહાનીના લીધે લોકપ્રીય છે.
ગાંધીનગર સ્થિત અડાલજની વાવનું નિર્માણ રણવીર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વાવમા આજે પણ વાસ્તુકળાની છબી તમને સ્પષ્ટપણે જોવા મળે છે. આ વાવએ સ્થાપત્યકળાનું એક અદ્ભુત ઉદાહરણ છે. આ વાવમાં ભારતીયશૈલી સાથે-સાથે ઇસ્લામીક શૈલીનો પણ સારી રીતે દર્શાવામાં આવી છે.
- આ વાવમાં વાસ્તુકળાનું ઉદાહરણ પુરુ પડતા 16 સ્તંભો છે. આ વાવમાં સુરજનો પ્રકાશ ઘણા ઓછા સમય સુધી જોવા મળે છે.
આ વાવ સાથે એક કહાની પણ જોડાયેલી છે. કહેવાય છે કે આ વાવને રાજા રણવીર સિંહ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે એક મુસ્લિમ સુલ્તાને તેમના પર હુમલો કર્યો હતો. આ યુધ્ધમાં રાજા રણવીર સિંહ માર્યા ગયા હતા. આ મુસ્લિમ સુલ્તાન રાજાની પત્ની ‚દાબાઇની સુંદરતા પર મોહિત થઇ ગયો હતો અને તેમની સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ ‚દાબાઇએ એ શરત મુકી કે આ વાવનું નિર્માણ નક્કી સમયે પુરુ લઇ જાવુ જોઇએ ત્યારે આ મુસ્લિમ સુલ્તાને આ વાવનું નિર્માણ પુરુ કરાવ્યું હતું. વાવનું નિર્માણ પુરુ થતા જ રાણી ‚દાબાઇએ આ વાવના પાંચમા માળેથી ઝપલાવ્યુ હતું. કારણકે રાણી ‚દાબાઇ મુસ્લિમ સુલ્તાન સાથે લગ્ન કરવા ન હોતા ઇચ્છા કહેવાય છે કે આજે પણ આ વાવ પાસે રાણીની આત્મા ભટકે છે. આ વાવ સિવાય અહીં પાસમાં આવેલું ત્રિમંદિર પણ પ્રવાસીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર છે.