આપણે ગાયની ‘માતા’ તરીકે પૂજા કરયે છીએ તથા ગાય આપણને કેટકેટલીય રીત ઉપયોગ બનતી હોય છે. તેવી જ રીતે તેના મૂત્રથી પણ અનેક ફાયદાઓ થતા હોય છે. હિન્દુધર્મના અનેક ગ્રંથોમાં ગૌમૂત્રના અનેક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. અરે વૈજ્ઞાનિકોએ પણ ગૌમૂત્રને ઘણાં જંતુનાશક તથા શરીરના અન્ય રોગોને દુર કરવામાં ઉપયોગી માન્યું છે.
ગૌમૂત્રમાં કાર્બોલિક એસિડ, યુરિયા, ફોસ્ફેટ, યુરિક એસિડ, પોટેશિયમ અને સોડિયમ રહેલું હોય છે. એટલે કે શરીરની બિમારીઓને દૂર કરવા માટે જે-જે તત્વો જરુરી છે. તે બધાં જ ગૌમૂત્રમાં રહેલાં હોય છે. તો ચાલો ગૌમૂત્રમાં થતા ૧૦ ફાયદાઓ જાણીએ…
– વાત, કફ અને પિત્તમાં અસરકારક છે.
વાત, કફ અને પિત્તના કુલ ૧૪૮ રોગો છે. જો આ બધા રોગોને દૂર કરવાની ક્ષમતા કોઇ એક વસ્તુમાં હોય તો તે છે માત્ર દેશીગાયના ગૌમૂત્રમાં. ગૌમૂત્ર વાત, કફ અને પિત્તને સરખી સ્થિતિમાં લાવવા માટે સૌથી અસરકારક સાબિત થાય છે.
– પેટની સમસ્યાઓ માટે ફાયદાકારક….
ગૌમૂત્રનો ઉપયોગ એસિડીટી, તીવ્ર એસિડિટી, અલ્સર, કબજીયાત અને પેટના દૂખાવામાં ફાયદાકારક થાય છે આ સાથે પિત્તના દર્દીઓ માટે ગૌમૂત્ર અને પાણીને સરખા પ્રમાણમાં લઇને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.
– રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
ગૌમૂત્રને નિયમિતપણે પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને તેને પીવાથી રોગો દૂર રહે છે. આથી બિમારીઓ શરીરમાં આવી શકતી નથી.
– ચામડીની સમસ્યાઓ દૂર કરે છે.
ગૌમૂત્ર ચામડીની ઘણી મુશ્કેલીઓ દૂર કરે છે. જો તમારી ચામડી પર સફેદ ડાઘા હોય તો ગૌ મૂત્રથી ચામડી પર માલિશ કરવી જોઇએ.એનાથી સફેદ ડાઘા દૂર થશે. ઉપરાંત ધાધર, ખંજવાળ અને ખરજવાંની જગ્યા પર રોજ ગૌમૂત્ર લગાડવાથી રાહત મળતી હોય છે.
– આંખોના કાળા ધબ્બાને દૂર કરવામાં ઉપયોગી
જો તમારી આંખોની નીચે કાળા ધબ્બા થઇ ગયા હોય તો આંખોની નીચે રોજ-સવારે માત્ર ગૌમૂત્ર લગાડો. એનાથી એ કાળા વર્તુળોના ધબ્બા દૂર થઇ જશે. જો ગૌમૂત્ર ન મળે તો તેના અર્કનો પણ ઉપયોગ કરી શકો છો.
– તાવ અને બિમારીમાંથી રાહત મળે છે.
ગૌમૂત્રથી તાવમાં પણ ફાયદો થાય છે તથા જો કોઇ વ્યક્તિ ગંભીર અને લાંબી બિમારી હોયથી પીડાતો હોય તો તેણે ઓછામાં ઓછા ૩ મહિના સુધી તો ગૌમૂત્ર પીવાનું રાખવું જ જોઇએ. જ્યારે નાની બિમારી માટે ૨ અઠવાડિયા કે ૧ મહિનાસુધી ગૌમૂત્ર પીવાથી પીડીતાને ઘણો આરામ મળતો હોય છે.
– ઘણી બિમારીઓની અસરકારક સારવાર માટે
સવારે જમવાના એક કલાક પહેલાં અડધો કપ ગૌમૂત્ર પીવાથી બવાસીર, સંધિવા, સાંધાના દુખાવો, આર્થરાઇટીસ, હદ્યની બિમારી અને કેંસર જેવી બિમારીઓમાં ફાયદો પહોંચે છે.તેનાથી ઠંડી, અસ્થમાં અને ટીબી જેવી બિમારીઓના ઉપચારમાં મદદ મળે છે.
– ટીબીને જડમૂળથી ખત્મ કરે છે.
ટીબીનો રોગી જો ડોટ્સની દવાઓની સાથે ગૌમૂત્ર પણ પીવાનું શરુ કરે તો તેની અસરકારકતા ૨૦ ગણી વધી જતી હોય છે. માત્ર ગૌમૂત્ર પીવાથી ટીબીથી બિમારીને ૩ થી ૬ મહિનામાં થીક કરી શકાય છે. જ્યારે ડોટ્સની દવાઓ અને ગૌમૂત્ર સાથે લેવાથી ટીબી માત્ર ૨-૩ મહિનામાં થીક થઇ શકે છે.
– આંખના રોગોમાં ફાયદાકારક
મોતિયો, ગ્લુકોમા અને રેટિના ખસી જવું જેવી ગંભીર બિમારીઓની સાથે આંખ લાલ થઇ જવી આંખોમાંથી પાણી નીકળવું અને આંખ બળવીજેવી સમસ્યાઓમાં ગૌમૂત્ર પીવાથી ફાયદો થાય છે. ઉપરાંત ગૌમૂત્ર પીવાથી આંખોના ચશ્માના નંબર પણ ઉતારી શકાય છે.
– પેશાબ અને કીડનીના રોગોમાં ફાયદાકારક :
મૂત્રપિંડના તમામ રોગો જેવા કે કીડની કામ કરતી બંધ થઇ જવી અને કીડનીની અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવામાં ગૌમૂત્રને અસરકારક માનવામાં આવ્યું છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા રોજ સવારના સમયે અડધો કપ ગૌમૂત્ર પીવું જોઇએ.
આમ, ગૌમૂત્રનું નિયમિતપણે સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જેથી કોઇ મોટી બિમારીનો ખતરો રહેતો નથી અને વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ્ય અને તંદુરસ્ત રહે છે.