Abtak Media Google News

Table of Contents

શ્રીકૃષ્ણનું જિવન ચરિત્ર

વિષ્ણુજીના અવતારો પૈકી શ્રીકૃષ્ણાવતારનું વિશેષ મહત્ત્વ રહેલું છે. શ્રીકૃષ્ણના જન્મથી લઈને ગૌલોકવાસ સુધીની દરેક લીલાઓમાંથી મનુષ્યને જીવનની સીખ મળે છે. જેનું સંક્ષિપ્ત વર્ણન અિંદુવાર અહીં પ્રસ્તુત છે ?

શ્રીકૃષ્ણ પ્રાગટ્ય

Know about the life history of Sri Krishna

ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય દ્વાપર યુગમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી અને રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણનું માતા દેવકીજીના અષ્ટમ ગર્ભમાંથી પ્રાગટ્ય થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુજીના અષ્ટમ અવતાર હતા.

કારાગૃહમાં જન્મ

Know about the life history of Sri Krishna

કેસ પોતાની બેન દેવકીજી અને અનેવી વાસુદેવજીને ગોકુળ મૂકવા જતાં હતા ત્યારે કંસને સંબોધતી આકાશવાણી થઈ કે “દેવકીજીના અષ્ટમ ગર્ભ તારો કાળ બનશે. આવું સાંભળતા જ કંશે દેવકીજી અને વાસુદેવજીને કારાવાસમાં મોકલ્યા, જ્યારે દેવકીજીએ મથુરામાં ભગવાનના દર્શન કર્યા ત્યારે એ જ સમયે ગોકુળમાં નંદજીના ઘરે એક પુત્રી રૂપે માં ભગવતી પ્રગટ થયા. માયાના પ્રભાવથી કંસના રોનિકો નિદ્રાધીન થયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી વાસુદેવજી શ્રીકૃષ્ણને જશોદાજીના ઘરે પધરાવી ત્યાં માં ભગવતી સ્વરૂપે પ્રગટેલા પુત્રીને લઈ મથુરા પાછા ફર્યા. કંસને ખબર પડી ત્યારે કંસે  પુત્રીને પોતાના હાથે મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યારે એ માં ભગવતી રૂપે પ્રગટેલ કન્યા કેસને સંદેશ આપે છે કે તને મારવાવાળો જન્મ લઈ ચૂક્યો છે.

તૃણાવર્તનો વધ

Know about the life history of Sri Krishna

કંસને જાણ થતાં તેણે આદેશ કર્યો કે એક બે દિવસ પૂર્વે જેટલા બાળકો જન્મ્યા હોય તે બાળકોનો વધ કરી નાખો. સૌપ્રથમ કંસે તૃણાવર્ત નામના રાક્ષસને મોકલી શ્રીકૃષ્ણનો વધ કરવા આદેશ આપ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના શરીરનું વજન વધારી એ તૃણાવર્તને જમીન પર પછાડી તેનો ઉદ્ધાર કર્યો. વૃજવાસીઓએ જોયું કે ભગવાન તૃણાવર્તને મારી તેની છાતી પર બિરાજમાન થયેલા છે.

યશોદાજીને કનૈયાના મુખમાં સમસ્ત બ્રહમાંડના દર્શન

બાલ અવ્સ્થામાં ભગવાન શ્રીકૃષ્ણે એનક લીલાઓ કરી હતી. એક સમયે ભગવાન શ્રીકૃષ્ણ અને બલદેવજી નંદબાબાને ત્યાં રમી રહ્યા હોય છે ત્યારે શ્રીકૃષ્ણ માટી આરોગે છે. બલદેવજી આ અંગે માતા યશોદાને ફરીયાદ કરે છે કે કાનો માટી ખાય છે. જ્યારે માં યશોદાજી કનૈયાનું મોઢું ખોલી જોય છે તો સમસ્ત બ્રહમાંડના દર્શન તેમને કાન્હાજીના મુખમાં થાય છે.

યશોદાજીને કનૈયાના મુખમાં સમસ્ત બ્રહમાંડના દર્શન

Know about the life history of Sri Krishna

બાલ્યાવસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણે એનક લીલાઓ કરી હતી. એક સમયે ભગવાન શ્રીકૃષ્ણ અને બલદેવજી નંદબાબાને ત્યાં રમી રહ્યા હોય છે ત્યારે શ્રીકૃષ્ણ માટી આરોગે છે. બલદેવજી આ અંગે માતા યશોદાને ફરીયાદ કરે છે કે કાનો માટી ખાય છે. જ્યારે માં યશોદાજી કનૈયાનું મોઢું ખોલી જોય છે તો સમસ્ત બ્રહમાંડના દર્શન તેમને કાન્હાજીના મુખમાં થાય છે.

યમુનાજીમાં કાલિનાગ દમન

Know about the life history of Sri Krishna

શ્રીકૃષ્ણની બાળ લીલાના અન્ય પ્રસંગમા કાળિયા નાગના વિષથી યમુનાજીનું જળ ઝેરી થઈ રહયુ હતું. અને ઝેરીલા પાણીથી વ્રજવાસીઓ અને ગૌમાતા તથા પાણીમાં વસવાટ કરતા જીવોના મૃત્યુ થવા લાગતાં શ્રીકૃષ્ણે કાળિયા નાગનું દમન કરવા ગોવાળિયા સાથે ક્રિડા કરતી વખતે યમુનાજીમાં કુદી ગયા. નદીના નીચેના ભાગે કાળિયા નાગના નિવાસસ્થાને પહોંચી નાગના ફણોને શ્રીકૃષ્ણ તેમના ચરણથી પ્રહાર કરવા લાવ્યા જેથી નાથ મૂર્છિત થઈ ગયો. બાદમાં કાળિયા નાગે શ્રીકૃષ્ણની દ્રમા માંગતા ભગવાને કાલિનાગને વરદાન આપ્યુ અને કહયુ કે યમુનાજીમાં તેના વસવાટથી જલ દુધિત થાય છે આપ રમણદ્વીપ જાઓ. ત્યારે કાલિનાગ કહે છે કે ત્યાં પક્ષીરાજ ગરુડ મને નુકસાન કરે. ત્યારે પરમાત્મા શ્રીકૃષ્ણે કાલિનાગને અભયવચન આપ્યુ અને કહયુ કે આપના મસ્તિક પર પ્રહારથી મારા ચરણચિન્હ અંકિત થયા છે જેના દર્શન કરી પક્ષીરાજ ગરુડ આપને કદિ હાનિ નહિ પહોંચાડે.

ગોપીઓ સાથે ત્રિભંગ મુદ્રામાં રાસ લીલા

Know about the life history of Sri Krishna

ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા કરી હતી. શ્રીકૃષ્ણ મસ્તક પર શીરપેચ મુગટમાં મોરપંખ ધારણ કરી ત્રિભંગ મુદ્રામાં બંસીના સૂરથી ગોપીઓના હૃદયમાં પ્રેમ પ્રગટ કરી અને ગોપીઓ સાથે રાસ લીલા કરી હતી.

સાંદિપની આશ્રમમાં ચોસઠ કળામાં નિપુણતા કેળવી

ભગવાન શ્રીકૃષ્ણ બાલ્યકાળમાં મોટાભાઈ બલરામજી તેમજ મિત્ર સુદામાજી સાથે ઉજૈન સ્થિત સાંદિપની આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરી હતી. શ્રીકૃષ્ણે વિદ્યાભ્યાસ દરમ્યાન ચોસઠ કળાઓમાં પારંગતતા કેળવી હતી. ત્યારબાદ ગુરૂ સાંદિપનીજીને ગુરૂદક્ષિણામાં એમના પુત્રને જીવિત કર્યા હતા.

દેવકીજી-વાસુદેવજી-અગ્રસેનજીને કારાવાસમાંથી મુકિત

ભગવાન શ્રીકૃષ્ણે ચાણુર અને મુષ્ટિક જેવા કંસના મલ્લોનો સંહાર કર્યો બાદમાં મામા કંસનો પણ સંહાર કરી મથુરાવાસીઓને કંસના અત્યાચારમાંથી મુકિત પ્રદાન કરી. આ સાથે તેઓએ માતા દેવકીજી અને પિતા વાસુદેવજી તેમજ નાના અગ્રસેનજીને કંસના કારાવાસમાંથી મુકિત અપાવી હતી.

દ્વારિકાનું નિર્માણ

Know about the life history of Sri Krishna

ભગવાન શ્રીકૃષ્ણ વિશ્વકર્માજીને આદેશ આપે છે કે આપ એવી સુંદર નગરી નિર્માણ કરો જયાં વ્રજવાસીઓ સાથે ગૌવંશ સાથે પોતાની યુવાવસ્થાની લીલા આગળ વધારી શકે. શ્રીકૃષ્ણ વ્રજવાસીઓને દ્વારકા લઈ આવે છે અને અગ્રસેનજીને દ્વારકાના રાજા બનાવે છે.

શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટ પટ્ટરાણીજી

ભગવાન શ્રીકૃષ્ણજીએ તેમના જીવનકાળમાં આઠ વખત વિવાહ કર્યા છે. જેમની અષ્ટ પટ્ટરાણીમાં માતા રૂક્ષ્મણી, જામ્બુવંતી, સત્યભામા, કાલિન્દી, મિત્રવૃન્દા, સત્યા, લક્ષ્મણ અને ભદ્રા સમાવિષ્ટ છે.

સમ્રાટ કાલયવનનો રાજા મુચુકંદ દ્વારા સંહાર

જરાસંઘે પોતાના મિત્ર કાલયવનને ભગવાન શ્રીકૃષ્ણને મારવા માટે મોકલ્યો હતો. કાલયવનને શ્રીકૃષ્ણ દ્વારા મુચુકંદની ગુફામા લઈ જવામાં આવ્યા અને પોતાનું અંગવસ્ત્ર રાજા મુચુકંદને ઓઢાડી દીધું. કાલયવન સમજયા કે મારા ડરથી ભગવાન શ્રીકૃષ્ણ અહીં છુપાઈ ગયા છે. કાલયવને રાજા મુચુકંદને કૃષ્ણ સમજી જગાડયા. રાજા મુચુકદે જાગીને કોપાયમાન દ્રષ્ટિથી કાલયવનને કાલયવનને બાળીને ભસ્મ કરી નાખ્યા.

શ્રીકૃષ્ણના સ્પર્શથી રાજા નૃગનો ઉદ્ધાર

રાજા નૃગ પોતાના દાનશીલ સ્વભાવથી પરિચિત હતા. રાજા ભૃગે એક બ્રાહમણને ગાય દાનમાં આપી. એ ગાય પાછી રાજાની ગૌશાળામાં પાછી આવી રાજાના ગૌશાળામાં પાછી આવી રાજાની જાણ બહાર બીજી વખત અન્ય બ્રાહમણને એ જ ગાય દાનમાં આપી દેવાઈ. ફળસ્વરૂપે બંને બ્રાહમણોએ એક જ ગાય પર પોતાની હોવાનો દાવો કર્યો, જેથી બ્રાહમણે રાજાને શ્રાપ આપ્યો કે ૧૦૦૦ વર્ષ સુધી કાકીન્ડા બની કુંડમાં આપનો વાસ થશે. દ્વારકામાં સાંબ, પ્રધુમનજી વગેરે રાજકુમારો ઉપવનમાં રમતા હતા તે વેળા પાણીની તરસ લાગતા કુંડમાં દ્રષ્ટિ કરી તો પાણી તો ન મળ્યુ પણ વિશાળ કાકિંડો જોયો. કાકિંડાને જોઈ હૃદયમાં કરુણા ભાવ આવતા કાકિંડાને કુંડમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો પરન્તુ કાકિંડો બહાર ના આવ્યો. રાજકુમારોએ આ વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી. ભગવાન શ્રીકૃષ્ણે પોતાની ભૂજાથી એ કાકિંડાને કુંડમાંથી બહાર કાઢ યો. ભગવાનના સ્પર્શથી એ કાકિંડો પુનઃ રાજા સ્વરૂપમાં આવી ગયો. આ રીતે શ્રીકૃષ્ણના સ્પર્શથી રાજા નૃગનો ઉદ્ધાર થયો.

શ્રીકૃષ્ણ દ્વારા શિશુપાલ ઉદ્ધાર

યુધિષ્ઠિર દ્વારા રાજસૂય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અગ્ર પૂજાનો અધિકાર ભગવાન શ્રીકૃષ્ણ હસ્તે કરવો એવું સર્વસંમતિએ નકકી કરાયું. ત્યારે શિશુપાલે ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કરી અનેક કટુ વેણ કહયા અને ભિષ્મ પિતામહ, યુધિષ્ઠિર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, વ્યાસજી એમ સર્વેને અપમાનિત કરતા ભગવાન શ્રીકૃષ્ણે તેમના સુદર્શન ચક્રથી શિશુપાલના મસ્તકનું છેદન કરી નાખી તેનો ઉદ્ધાર કર્યો.

મહાભારત યુદ્ધ

Know about the life history of Sri Krishna

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કૌરવો અને પાંડવો વચ્ચે મહાયુદ્ધ ના ખેલાય તે માટે છેવટના પ્રયાસ રૂપે શાંતિ દૂત બની હસ્તિનાપુર રાજસભામાં પધાર્યા. ભગવાને પાંડવો વતી રાજા ધૃતરાષ્ટ્ર પાસે પાંચ ગામ માગ્યા. દુર્યોધને ક્રોધવશ સોયની અણી જેટલી જગ્યા પણ આપવાની ના પાડતા શાંતિ પ્રસ્તાવ ભંગ થયો. આખરે કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું જેમાં કૌરવ વંશનો નાશ થયો.

શ્રીકૃષ્ણ સુદામા મિલન

ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે તેમના બાલ્યકાળના સખા સુદામાજી દ્વારકા પધારે છે. દરિદ્ર સુદામાજી તેમની સાથે તેમના મિત્રને પ્રિય એવા તાંદુલની પોટલી ભગવાન માટે લઈ આવે છે. ભગવાન મિત્રના તાંદુલને હોંશે હોંશે આરોગે છે અને મિત્ર સુદામાની દરિદ્રતાનો નાશ કરે છે.

યદુવંશનો નાશ

ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સારથીને આદેશ કરે છે કે આપ હસ્તિનાપુર જાઓ અને અર્જુનને કહો કે હવે દ્વારકા પાણીમાં ગરકાવ થશે. તો આપ અબાલવૃદ્ધને લઈ શંખોદ્વાર જાઓ. પ્રભાસ ક્ષેત્રે યદુવંશીનો નાશ થાય છે અને ભાલકા તીર્થ ખાતે ભગવાન તેમની અંતિમ લીલા સાથે સ્વધામ પધારે છે.

શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભજી દ્વારા નિર્મિત વર્તમાન દ્વારિકા

ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રધુમનજી, તેમના પુત્ર અનિરૂદ્ધજી અને તેમના પુત્ર વજ્રનાભજી એટલે કે શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભજી દ્વારા વર્તમાન દ્વારકાધીશ મંદિર તથા દ્વારકાનું નિર્માણ કરાયું છે. હાલમાં મંદિરમાં જે સ્વરૂપ સેવાય છે એ વજ્રનાભજી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.