યુએન સીરિયા કોન્ફરન્સમાં ફિનલેન્ડના અધિકારીઓએ અહીંયા યુવતીઓના થતાં પરાણે લગ્નને મોટી પરેશાની ગણવામાં આવે છે.  અહીંયાના લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે તથા મોટાભાગના લોકો દેશ છોડી ચૂક્યા છે. સૌથી વધુ અસર દેશમાં પુરુષોની સંખ્યા પર પડ્યો છે. દેશમાં મર્દોની સંખ્યા ઘટવાથી સિંગલ મહિલાઓની સંખ્યા વધી ગઇ છે.

સીરિયામાં ચાલતી સિવિલ વોરમાં મોટાભાગના યુવાનોનાં મોત થયા છે. મોટાભાગના યુવાનો દેશ છોડીને જતા રહ્યાં છે અને કેટલાક જેલમાં સજા ભોગવી રહ્યાં છે. બાકી બચેલા યુવાનો યુદ્ધમાં જોડાયા છે. દેશમાં સિંગલ અને વિધવા મહિલાઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

આ મહિલાઓમાંથી શુકરાનએક છે જે અત્યાર સુધી લાઈફ પાર્ટનરની રાહ જોઈ રહી છે.તે ઈચ્છે છે કે કોઈ તેની સાથે સંબંધ બનાવે અને તેની સાથે પરિવાર વસાવે.શુકરાનના મોટાભાગના પુરુષ મિત્રોનું મોત થયુ છે અથવા તે દેશ છોડીને જતા રહ્યાં છે.શુકરાને કહ્યું કે સીરિયામાં તમામ ધર્મો અને જાતિઓના લોકોનો જમાવડો થઈ ગયો છે.
23 વર્ષની ટીચર યારાના જણાવ્યા પ્રમાણે અહી ફ્રેન્ડ સર્કલમાં દર ચાર મહિલાઓ વચ્ચે એક યુવક છે.યારાનું કહેવુ છે કે એક સમય એવો પણ આવશે જ્યારે એક વ્યક્તિને ચાર પત્ની હશે.યારાનું કહેવુ છે કે 1980થી 1990ના સમયમાં જન્મેલા લોકોની એક આખી જનરેશન ખતમ થઈ ગઈ છે.આ જનરેશને સ્ટડી પૂર્ણ કરી લાઈફમાં કાઈક કરવાનું શરૂ કર્યુ તો સિવિલ વોરની સ્થિતિ સર્જાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.