વિઘ્નહર્તા શ્રી ગણેશજી – વિઘ્નહર્તા, પ્રથમપુજ્ય, એકદંન ભગવાન શ્રી ગણેશ,ગજાનદ જેવા નામોથી જાણીતા છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કે કોઈ વિઘ્નો દૂર કરવા માટે પ્રાર્થના કરવાની હોય તો ગજાનદ સૌથી પહેલા યાદ આવે છે.
કોઈ પણ સિધ્ધિ અથવા સાધના, વિઘ્નહર્તા ગણેશજી વિના સંપૂર્ણ માનવામાં આવતી નથી. ગણેશના જન્મ થી લઇ તેમના પ્રથમ પૂજ્ય બનવા સુધીની અનેક વાર્તાઓ પ્રચલીત છે ભાદરવા શુક્લ પક્ષ ની ચતુર્થી ને ગેણેશ જન્મોસવ કે ગણેશ ચતુર્થી ના નામે ઓળખાય છે.અને ધામધૂમ થી ઉજવાય છે.
અહીં આપણે વિઘ્નહર્તા ગણેશજી સાથે જોડાયેલ કેટલીક વાતો
આ રીતે થયો હતો ગણેશનો જન્મ –
ભગવાન ગણેશજી ની રચના માતા પાર્વતીએ પોતાના મેલથી કરી હતી. એવું કહેવાય છે કે માતા પાર્વતીની સાખીઓએ તેમને આ સલાહ આપી હતી કે તેઓ પણ એક એવી રચના કરવાની જરૂર છે કે જે માત્ર તેમની આજ્ઞાને માને જેમ કે નંદિ અને બધા ગણ મહાદેવની આજ્ઞાને માને છે. આ વિચારથી જ માતા પાર્વતીએ ગણેશનું સર્જન કર્યું.
શ્રી ગણેશજીના શરીરનો રંગ પુરાણોમાં લીલા અને લાલ રંગનો વર્ણન કરાયું છે.
આ દિવસે થયો હતો ગણેશનો જન્મ –
શ્રી ગણેશજી નો જન્મ ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થી ના થયો હતો.આ ઉજવવા માટે દર વખતે ગણેશ ચતુર્થીના તહેવાર તરીકે ઉજવાય છે.
ગણેશજીનું માથુ કપાયા પાછળનું આ કારણ છે–
પુરાણો પ્રમાણે, શ્રી ગણેશનું માથુ કપાયા પાછળ પણ એક કારણ છે. જ્યારે બધા ભગવાન ગણેશને આશીર્વાદ આપતા હતા ત્યારે શનિ દેવ નીચે તરફ જોઈ રહ્યા હતા. માતા પાર્વતી તેનું કારણ પૂછ્યું હતું, તેઓ કહેતા હતા કે, મારા જોવાથી તમારા દીકરાનું અહિંત થઇ શકે છે અને જયારે માતા પાર્વતી કહ્યા પછી તેમણે ગણેશજી ની તરફ જોયુ અને તેના થોડા સમય પાછી તેમનું માથું કપાયાની ઘટના બની.માથુ કપાયા પાછળનું કારણ આ પણ છે કે એક સમયે કોઈક કારણથી ભગવાન શિવજીએ સૂર્ય પર ત્રિશૂલથી પ્રહાર કરેલ અને જ્યારે સૂર્યના પિતા કશ્યપએ આ જોયું ત્યારે તેમણે તે શિવજીને શ્રાપ આપ્યો હતો કે જે રીતે મારા પુત્રનું માથું તમારા ત્રીશુલથી કપાયું એજ રીતે તમારા પુત્રનુ પણ માથું કપાય આ શ્રાપના ફળસ્વરૂપે એવું થયું.આ રીતે બન્યા ગજાનન એકદંત–
એવું કહેવાય છે કે એક વખત પરશુરામ શિવજી ને મળવા માટે કેલાશ આવે છે, જ્યાં શિવજીના ધ્યાન મગ્ન હોવાના કારણે, ગણેશે પરશુરામને તેમને મળવા ન દીધા હતા. આ જ વાતથી ગુસ્સે થયા. તેથી પરશુરામે તેમના ફરશેથી ગણેશ પર પ્રહાર કર્યો અને આ ફરસા ભગવાન શિવજી એજ પરશુરામને આપેલ હતો. એટલા માટે ગણેશે તેમનો પ્રહાર ખાલી જવા ન ધીધો અને તે પ્રહાર ને પોતાના દાત પર લીધો. તેથી તેમનો એક દાત ટુટી ગયો જેના કારણે તેઓ એકદંત કહેવાળા.