અબતક, રાજકોટઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણી આજે વીડિયો કોન્ફરન્સિંગ તથા અન્ય વ્યુઝ્યુઅલ માધ્યમથી કંપનીના 3 કરોડથી વધુ શેરધારકો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. સભાની શરૂઆત થાય એ પહેલા મુકેશ અંબાણીએ પિતા ધીરુભાઇ અંબાણીને નમન કર્યા હતા. મુકેશ અંબાણીએ વીડિયો કોન્ફરન્સની મદદથી સંબોધન કર્યું હતું. મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં અનેક મોટી જાહેરાતો કરી હતી. આ જાહેરાતને કારણે રિલાયન્સ દેશમાં જિઓની જેમ અનેક મહત્વના પ્રોજેક્ટો પર કામ કરશે. આ પ્રોજેક્ટથી દેશમાં આર્થિક અને રોજગારીનું નિર્માણ થશે.
જામનગરમાં મોટી જાહેરાત
મુકેશ અંબાણીની કંપનીએ ગ્રીન એનર્જી પ્લાનની જાહેરાત કરી. જામનગરમાં 5000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ વિકસિત કરવાનું કામ શરું કરી દીધું છે. આ બિઝનેસમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
4 ગણું રિટર્ન મળ્યું
મુકેશ અંબાણીએ કહ્યું કે છેલ્લા 1 વર્ષમાં 3.24 લાખ કરોડ રૂપિયા ઈક્વિટી કેપિટલ એકઠું કર્યું છે. એમાં ખાસ વાત એ છે કે અમારા રિટેલ શેરહોલ્ડર્સનો રાઇટ્સ ઇશ્યૂથી 4 ગણું રિટર્ન મળ્યું છે. તેમણે કહ્યું કે રિલાયન્સનો કંસોલિડેટેડ રેવેન્યૂ આશરે 5,40,000 કરોડ રૂપિયા છે. અમારા કંઝ્યુમર બિઝનેસ ખૂબ જ ઝડપથી વધ્યો છે.
40 કરોડથી વધારે સબ્સક્રાઈબ
કોરોનાવાયરસ સંક્રમણ છતાં જિયોનું પરફોર્મન્સ સારું રહ્યું છે. જિયો પહેલી એવી કંપની બની છે જે ચીનને છોડી દઈએ તો કોઈ એક દેશમાં 40 કરોડથી વધારે સબ્સક્રાઈબ છે. આ કારણે જીયો આજ દુનિયાની સૌથી મોટી મોબાઈલ ડાટા હેન્ડલ કરનારી કંપની બની ગઈ છે.
સસ્તો સ્માર્ટ ફોન
રિલાયન્સની જનરલ સભામાં મુકેશ અંબાણીએ જાહેરાત કરતાં જિઓનો નવો અફોર્ડેબલ જિયો સ્માર્ટફોન નેક્સ્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ગૂગલ સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે. આ ફોનને લોન્ચ કરતા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે આ ફોનની ઈન્ટરનેટ સ્પીડ સારી હશે. કંપનીનો આ સસ્તો સ્માર્ટફોન ગણેશ ચતુર્થીના દિવસે 10 સપ્ટેમ્બરથી બજારમાં ઉપલબ્ધ થશે.
75,000 નવી નોકરીઓ આપી
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ છેલ્લા 1 વર્ષમાં 75,000 નવી નોકરીઓ આપી છે. પ્રાઈવેટ સેક્ટરમાં રિલાન્યસ દેશની સૌથી મોટી કસ્ટમ અને એક્સાઈઝ ડ્યૂટી કરનારી કંપની છે. અણે દેશમાં સૌથી મોટા merchandise exporter છીએ. અમે દેશમાં સૌથી મોટા GST, VAT અને ઈન્કમટેક્સ આપીએ છીએ.
બિઝનેસ અને ફાઈનાન્સ અપેક્ષા કરતા વધારે વધી
મુકેશ અંબાણીએ કહ્યું કે ગત એજીએમથી અત્યાર સુધી અમારા બિઝનેસ અને ફાઈનાન્સ અપેક્ષા કરતા વધારે વધ્યા છે. પરંતુ અમે સૌથી વધારે ખુશી એ વાતની છે કે અમને આ મુશ્કીલ સમયમાં માનવતાની સેવા માટે અનેક પ્રયત્નો કર્યા છે. રિલાયન્સ પરિવારને કોરોનાના સમયમાં સારું કામ આપ્યું છે. જેનાથી અમારા ફાઉન્ડિંગ ચેરમેન ધીરુભાઈ અંબાણી આપણા ઉપર ગર્વ કરતા હશે.
ગ્લોબલ થશે રિલાયન્સ
આ ઉરાંત મુકેશ અંબાણીએ એજીએમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ગ્લોબલ થવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમના ગ્લોબલ પ્લાન્સની જાહેરાત આવનારા સમયમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે સાઉદી અરામકોના યાસિર અલ રુમાયનને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. આ તેમની ગ્લોબલ બનવાની શરુઆત છે.
સાઉદી અરામકોની ડિલ
મુકેશ અંબાણીએ કહ્યું કે આ વર્ષે કંપનીને આશા છે કે સાઉદી અરામકોની સાથે થયેલા સોદો આ વર્ષે ઓપરેશનલાઈઝ થઈ જાય.
15,000 કરોડ રૂપિયાનું રોકાણ
રિલાયન્સ વેલ્યૂ ચેન પાર્ટનરશિપ અને ફ્યૂચર ટેક્નોલોજીજ ઉપર 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશેઃ મુકેશ અંબાણી
નવો એનર્જી બિઝનેસ
2021માં અમે દેશ અને દુનિયામાં ગ્રીન એનર્જી ડિવાઈઝને વેચવા માટે નવા એનર્જી બિઝનેશ લોન્ચ કરી રહ્યા છીએ. અમે રિલાયન્સ એનર્જી કાઉન્સિલ બનાવ્યા છે. કંપની 100 ગીગાવોટ સોલર એનર્જી બનાવશેઃ મુકેશ અંબાણી.