જર્મનીએ એક એવી ટ્રેન રજૂ કરી છે. જે પૂરી રીતે પ્રદૂષણ મુક્ત બતાવવામાં આવી રહી છે જર્મનીના એક ટ્રેડ શો માં વિશ્વની પહેલી જીરો એમિશન (કાર્બન-ઓક્સાઈડ ઉત્સર્જન મુક્ત) ટ્રેન રજૂ કરી હતી. હાઈડ્રોજનથી ચાલનારઆ ટ્રેનનુ નામ ‘કોરાડિયા આઈલિંટ’છે.ફ્રાંસીસી કંપની અલ્સટોમે બનાવી છે.
આ ટ્રેનનું ડિસેમ્બર 2017થી તેનું ઓપરેટિંગ શરૂ થઈ જશે. આઈલિંટ પહેલી ટ્રેન છે જે શૂન્ય કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે.આની સ્પીડ 140 કિલોમીટર/કલાક છે.ચાલતી ટ્રેન દરમિયાનઆમાંથીમાત્રબાષ્પબહાર આવે છે. આને જર્મનીની ચાર હજાર ડીઝલ ટ્રેનોના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ટ્રેનનું પરીક્ષણ સફળ રહેશે તો, ટૂંક સમયમાં જ વધુ 14 ટ્રેનો ચલાવવામાં આવશે.
આ ટ્રેનની છત પર હાઈડ્રોજન ઈધન ટેંક લાગેલી છે.આઈલિંટમાં લિથિયમ આયનની બેટરી લાગેલી છે.હાઈડ્રોજન ઓક્સીજન સાથે મળીને ઉર્ઝા ઉત્પન્ન કરે છે અને વધારાના પ્રદાર્થના રૂપમાં આમાથી માત્ર પાણી નિકળે છે. નોર્વે અને ડેનમાર્ક પણ આ ટ્રેન ચલાવવા માટે સંમતિ દર્શાવી ચૂક્યા છે.