• 70 વર્ષ જુના આ મંદિરમાં સાવરણી ચડાવવાથી માનતા રાખે છે લોકો
  • આમ કરવાથી ઘરની ગરીબી દુર થાય અને ઘરમાં રિદ્ધી-સિદ્ધીનો વાસ થાય
  • લોકો  દર શુક્રવારે મંદિરમાં માતાજીને સાવરણી ચડાવવા માટે આવે છે

Rajkot : શહેરમાં લક્ષ્મી માતાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ભક્તો દિવાળી અને ધનતેરસના દિવસે સાવરણી માતાજીને અર્પણ કરતા હોય છે. જે ભક્તોની માન્યતા પૂર્ણ થાય છે, તે ભક્ત માતાજીને 2 સાવરણી અર્પણ કરે છે. જેમાથી એક તે પ્રસાદી તરીકે પોતાના ઘરે લઈ જાય છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં અનેક ચમત્કારિક અને પ્રાચીન મંદિરો આવેલા છે. અહીં આવેલા દરેક મંદિરોનો ઇતિહાસ અલગ છે. ત્યારે આજે રાજકોટના એક એવા મંદિર વિશે જાણીશું કે જે મંદિરમાં ભક્તો દ્વારા માતાજીને સાવરણી ચડાવવામાં આવે છે. માતાજીને કેમ સાવરણી ચડે છે? અને ક્યારે ચડે છે? તે વિશે મંદિરના પૂજારીએ વિગતવાર માહિતી આપી હતી.

SAVRANI

રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલું છે. તેમજ આ મંદિર 70 વર્ષ જૂનું છે. અહીંયા ધનતેરસ અને દિવાળીના દિવસે લોકો લક્ષ્મી માતાને સાવરણી અર્પણ કરવા માટે આવે છે. આ સિવાય અહીંયા દર શુક્રવારે લોકો માતાજીને સાવરણી અર્પણ કરતા હોય છે. તેમજ હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, સાવરણીએ લક્ષ્મી માતાનું સ્વરૂપ છે અને સાવરણીમાં લક્ષ્મીજી વાસ કરે છે. જેથી કરીને પૂર્વજો અને વડીલો કહે છે કે, સાવરણીને કોઈ દિવસ ઘરમાં ઊભી રાખવી જોઈએ નહીં.

એક માન્યતા મુજબ જ્યારે પણ તમારા ઘરે નવી સાવરણી લાવો તો જૂની સાવરણી તરત જ ફેંકવી જોઈએ નહીં. આવું કરવું એ અશુભ માનવામાં આવે છે. જેથી કરીને નવી સાવરણી લાવ્યા બાદ જૂની સાવરણીને અમાસ, શનિવાર અથવા હોલિકા દહનના દિવસે ફેંકવી જોઈએ. અથવા તો જો ક્યારેક ગ્રહણ આવતું હોય તો તમે ગ્રહણ પૂર્ણ થયા બાદ પણ જૂની સાવરણી ફેંકી શકો છો.

આ સાથે જ સાવરણીને ઘરમાં એવી રીતે રાખવી કે જેથી સાવરણી કોઈને દેખાઈ નહી. તેમજ સાવરણીને હંમેશા વીંટીને રાખવી જોઈએ. માતાજીને ચડાવવામાં આવેલી સાવરણીથી ઘર સાફ કરવાથી ઘરની દરિદ્રતા દુર થાય છે અને ઘરમાં રિદ્ધી-સિદ્ધીનો વાસ થાય છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.