જો તમે પ્લેનમાં વારંવાર સફર કરી રહ્યા હોય તો યાત્રા કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે. એવી જ ૯ ટીપ્સ જે તમારા સફરને બનાવશે સરળ.
(૧) ટિકિટ બુક કરતી સમયે હંમેશા નેશનલ ફોટો આઇડેન્ટી પ્રુફના આધાર પર બુક કરવી જોઇએ.
(૨) જ્યારે પણ તમે ડિસ્કાઉન્ટ પર ટિકિટ બુક કરાવો ત્યારે કૈસિંલેશનના નિયમોને જરૂર વાંચવા જોઇએ.
(૩) અને જો ટિકિટ બુક કરતી વખતે કોઇ ટ્રાવેલ ઇશ્યોરંસની માંગણી કરે તો એક વાર ઇંશ્યોરન્સ કંપની દ્વારા ચેક કરાવુ જોઇએ.
(૪) જ્યારે પણ ટિકિટ બુક કરો ત્યારે ધ્યાન રાખવું કે ફ્લાઇટ કૈન્સીલ થાય ત્યારે તમને કઇ કઇ સુવિધાઓ પુરી પાડે છે.
(૫) ટિકિટ બુક કરતી વખતે જોઇ લેવું કે એયરલાઇન વેબ ચેક ઇન સુવિધા પુરી પાડે છે. જો નહી તો પછી એયરપોર્ટ પર પહોંચતા જલદી બુક કરાવી લેવું જોઇએ.
(૬) જ્યારે પણ પ્લેન માટે પેંકિગ કરો ત્યારે આપણે કઇ વસ્તુ લઇ જાવી જોઇએ અને કઇ વસ્તુ નહિ તે પુરતુ ધ્યાન રાખવુ ખુબ જરૂરી છે.
(૭) પ્લેનમાં સફર સમયે તમારો નેશનલ ફોટો આઇડેન્ટી પ્રુફ હંમેશા સાથે રાખવું.
(૮) અને તમે તમારી ટિકિટ ક્રેડિટ કાર્ડથી બુક કરાવી હોય તો તમારુ ક્રેડિટ કાર્ડ સાથે રાખવુ જરૂરી છે.
(૯) પ્લેનમાં સફર વખતે તમારી પાસે ફાલતુ સામાન રાખવો જોઇએ નહિ.