35 વર્ષના યુવાને 20 લાખ રૂપિયાનો ખર્ચો કરી મોબાઇલની ખરીદી શરૂ કરી હતી
કહેવાય છે કે લોકોને કોઈક દિવસ ગાંડપણ પણ હોય છે અથવા તો કોઈ દિવસ માટે ઘેલછા પણ જોવા મળતી હોય છે. વધુ એક આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ૩૫ વર્ષના યુવકને જાણે ઘેલછા અથવા તો ગાન્ડપણ ઉદભવીત થયું હોય તેવું જોવા મળ્યું છે. આ યુવકે 20 લાખ રૂપિયાના ખર્ચે ૫૦૦થી વધુ મોબાઈલ નો સંગ્રહ કર્યો છે અને હજુ પણ તે આવનારા દિવસોમાં વધુ મોબાઇલ ખરીદી ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવવા ઈચ્છા ધરાવી રહ્યો છે. કોઈક વાર એવું પણ થતું હોય કે લોકો તેમજ અથવા તો જૂના સિક્કા 31 કરતા હોય છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ભારત દેશના એક યુવકે મોબાઈલ ફોનનો સંગ્રહ કરી રહ્યો છે.
આ યુવક લિમ્કા બુકમાં તો પોતાનું સ્થાન મેળવી ચૂક્યો છે પરંતુ તે હજુ પણ વધુ મોબાઇલ ખરીદી ગિનેસ બૂકમાં પોતાનું નામ નોંધાય તે માટે ના સતત પ્રયત્નો કરી રહ્યો છે. 35 વર્ષીય યુવક જયેશ કાલે દ્વારા માહિતી મળી હતી કે તેને સર્વ પ્રથમ વર્ષ 2003 ચારમાં પ્રથમ ફોન લીધો હતો અને પછી તેને એક પ્રકારે ઘેલછા ઉદ્ભવ હતા તે સમયાંતરે મોબાઇલની ખરીદી કરતો જ રહ્યો અને હાલ તેની પાસે જે ૫૦૦થી વધુ મોબાઈલ ફોન જોવા મળી રહ્યા છે તે ચાલુ સ્થિતિમાં પણ છે જેથી આવનારા સમયમાં હજુ પણ તે આ પ્રકારના મોબાઇલ ફોન લેવા માટે તૈયારી દાખવી રહ્યો છે અને તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવે તે દિશામાં પણ તે હાલ કાર્ય કરે છે.
જયેશ પાસે નોકિયાના સૌથી સસ્તા ફોન થી માંડી મોંઘા ફોન પણ જોવા મળી રહ્યા છે. જયેશ પાસે જે ૫૦૦થી વધુ ફોન છે તેમાંથી માત્ર ૨૦ ટકા જેટલા ફોન નવી ટેકનોલોજીના જોવા મળે છે. જે લોકો ફોન ની હરાજી કરવા માટે ગ્રુપમાં નામ અથવા તો તે માહિતી નો ઉલ્લેખ કરતા હોય તેમની સાથે તેઓ સતત સંપર્ક સાધતા હોય છે અને નવા ફોન ની ખરીદી પણ કરે છે. ત્યારે આ પ્રકારના શોખ ને શું ગાંડપણ કહેવાય કે પછી ઘેલછા કહેવાય?