21મી સદીના વિશ્વમાં માનવ સમાજ માટે ભૌતિક સુખ સુવિધા અને સાહ્યબી ની જરાય એ ખોટ નથી મનમાં થતી કલ્પના મુજબ  ની   સગવડતાઓને ધરતીના પાતાળથી ચંદ્રમાં સુધી ની માનવીની બોલબાલા ને લઈને અત્યારે પૃથ્વી ઉપર માનવ નો સુવર્ણયુગ ચાલી રહ્યો છે. પરંતુ આ સુખસાયબીમાં ભાન ભૂલેલા માનવી હવે પર્યાવરણ સાથેની છેડછાડમાં સંયમ નહીં રાખે તો આવનાર દિવસોમાં પૃથ્વી પરના પ્રલયો અને કુદરતના કોપથી કોઈ બચી નહીં શકે.

વિકાસની આંધળી દોટ, ઔદ્યોગીકરણમાં આધડુકિયા શહેરીકરણ અને આડેધડ કાપવામાં આવતા વૃક્ષોને લઈને પર્યાવરણનું અસંતુલન હવે બેકાબુ બની રહ્યું છે, વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અંગે ચેતવણી આપવામાં આવે છે ,પરંતુ તેનું નિવારણ લાવવાની કોઈ અસરકારક કામગીરી થતી નથી, દિવસે  દિવસે પેટ્રોલ ડીઝલનો વધતો જતો વપરાશ અને વૃક્ષોની ઘટતી જતી સંખ્યા ના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે અને કાર્બન ડાયોક્સાઇડ; કાર્બન મોનોક્સાઈડ અને પૃથ્વીનું વાતાવરણ ગરમ કરતા હાનિકારક ગેસનું ઉત્પાદન સતત પણે વધી રહ્યું છે; આંધળુકિયા શહેરીકરણ અને ઔદ્યોગિકરણ ના કારણે ખેતીની જમીનો ,જંગલો દિવસે દિવસે ઓછા થતા જાય છે.. આ પરિસ્થિતિ હવે જાણે કે અનિયંત્રિત બની જતી હોય તેમ ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણને અસંતુલતાના અવળા પરિણામો હવે પછીના બે પાંચ દાયકા પછી દેખાવાના હતા તે અવળી અસરો હવે શરૂ થઈ ચૂકી છે. ભર ઉનાળે વરસાદ અને શિયાળામાં આગ ઓકતી  ગરમી ચોમાસામાં ક્યાંક વરસાદનો છાંટો દોહીલો થઈ ગયો હોય તો બીજી તરફ વાદળા ફાટવાની દુર્ઘટના જેવી પર્યાવરણની અસંતુલિત પરિસ્થિતિ ગ્લોબલ વોર્મિંગ નું પરિણામ બનીને સામે આવી રહ્યું છે.

હજુ સમય છે જો વિકાસમાં આંધળો બની ગયેલો માનવી સમયસર ચેતી જશે તો પ્રકૃતિ નાકોપ થી બચી શકાશે જો આ જ પરિસ્થિતિમાં પર્યાવરણની ઘોર ખોદવાનું શરૂ રહેશે તો પર્યાવરણના પ્રકોપથી માનવ ની સાથે સાથે તમામ જીવ સૃષ્ટિ અને તેની કિંમત ચૂકવવી પડશે તે સમજવાનો સમય હવે પાકી ચૂક્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.