- બાળકોના મૃત્યુનું કારણ જાણવા માટે બ્લડ સેમ્પલને પુનાની લેબમાં મોકલાયા : રિપોર્ટ પોઝિટિવ આવશે તો એટોપ્સી કરાશે
- ઝનાના હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે સ્પેશિયલ વોર્ડ ઊભો કરાયો : આરોગ્ય તંત્રમાં દોડધામ
રાજકોટ શહેરમાં વધુ પાંચ બાળકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે ત્યારે મૃત્યુઆંકમાં વધારો થયો છે.બાળકોના શંકાસ્પદ મોતનું મુખ્ય કારણ ચાંદીપુરા નામનો રોગ છે. દેશના બે રાજ્યોમાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે. આ વાયરસના કારણે બાળકોના મોત થઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસ મેનીંજાઈટિસ કરતા પણ વધુ ખતરનાક રોગ છે અને તે બાળકોના મગજ મગજને સીધો અસર કરે છે.તેનાથી બાળકોની માનસિક સ્થિતિને નુકસાન પહોંચે છે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસ આર.એન.એ વાયરસ છે.જેના કારણે બાળકો એન્સેફાલીટીસનો શિકાર બનવાની શક્યતા વધે છે.આ વાયરસ ખૂબ જૂનો છે અને ભારતમાં પણ વર્ષ 2003માં તેના કેસ નોંધાયા હતા. આ રોગ 2 મહિનાથી 15 વર્ષ સુધીના બાળકોમાં વ્યાપી રહ્યો છે.
ચાંદીપુરા રોગને લગતા લક્ષણો અને સાવચેતી રાખવા માટેનાં પગલાંઓ
- 1) બે મહિનાથી 15 વર્ષ સુધીના બાળકોમાં માનસિક તણાવના લક્ષણો જણાવા
- 2) શરદી,ઉધરસ અને તાવના લક્ષણો જણાય,ત્યારે તબિબ પાસે નિદાન કરાવી રિપોર્ટ કરવા અનિવાર્ય છે.
- 3) સેન્ડફ્લાય એ રોગનું મુખ્ય કારણ છે.તેનાથી બચવા માટે ઘરની દીવાલોની તિરાડોને સિમેન્ટ વડે બુરી દેવી જોઈએ.
- 4) વરસાદના પાણીમાં ન ભીંજાવું,બાળકોની ખાસ તકેદારી જાળવવી ખૂબ જ અનિવાયે છે.
- (5) મચ્છર અને માખીજન્ય રોગ હોવાથી બાળકોની ખાસ તકેદારી રાખવી અને સ્વચ્છતા જાળવવી.
આ રોગના લક્ષણો સામાન્ય રીતે ઈન્ફલ્યુએન્ઝા જેવા હોય છે, પરંતુ આ રોગ ઓટોઇમ્યુન એન્સેફાલીટીસનું પણ કારણ બને છે. આવી સ્થિતિમાં મૃત્યુ દર 50 થી 70 ટકા સુધીનો રહે છે. એટલે કે,જો આ વાયરસ મગજ પર અસર કરે છે તો 100 બાળકોમાંથી 50 થી 70 બાળકોના મોત થઈ શકે છે.
ભારતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.જેના કારણે કેટલાક બાળકોના મોત પણ થયા છે. રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે.તબીબ નિષ્ણાતોનું કહેવું છે કે ચાંદીપુરા વાયરસ ઘણો ખતરનાક છે. તે મગજને નુકસાન પહોંચાડે છે. જો દર્દીને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે. આ વાયરસના મોટાભાગના કેસો બાળકોમાં જોવા મળે છે. ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ માટે કોઈ રસી નથી. આવી સ્થિતિમાં તેને ખતરનાક માનવામાં આવે છે.બે રાજ્યોમાં કેસ આવ્યા બાદ અન્ય રાજ્યોમાં પણ આ રોગના કેસમાં વધારો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ લોકોને પ્રોટેક્શન લેવાની સલાહ આપી છે.ચાંદીપુરા વાયરસ શું છે? તેના લક્ષણો અને નિવારણ વિશે જાણવા માટે નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી છે.
ઝનાનામાં બેડ,આઈસીયુની વ્યવસ્થા અને સ્પેશિયાલિસ્ટની ટીમ ખડેપગે
રાજકોટ ઝનાના હોસ્પિટલમાં કુલ પાંચ જેટલા બાળ દર્દીઓના શંકાસ્પદ મોત નિપજ્યાં છે ત્યારે,શહેરની અતિ આધુનિક અને સુવિધાઓથી સજજ એવી ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં કુલ 100 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જેમાંથી હાલ 7 બેડની વ્યવસ્થા ચાંદીપુરા રોગને લગતા દર્દીઓ માટે ફાળવવામાં આવી છે.આ ઉપરાંત આઈસીયુ વિભાગ અને સ્પેશિયલ તબીબની પણ જોગવાઈ કરવામાં આવી છે.
વધુમાં પ્રાપ્ત વિગત અનુસાર હાલ ચાંદીપુરા વાઇરસે બાળકો ઉપર જબરદસ્ત ભરડો લીધો છે,ત્યારે વિકટ પરિસ્થિતિ વચ્ચે એક પછી એક બાળકોના શંકાસ્પદ મોત થવા લાગ્યા છે. જેના પગલે સરકાર એક્સન મોડમાં તો આવી છે અને આરોગ્ય તંત્ર સજ્જ થયું છે.પરંતુ વાઇરસે પોતાની નિરંતર ગતિ પકડી હોય તે રીતે હાલ રાજકોટની સીવીલ હોસ્પિટલમાં પાંચ બાળકોના શંકાસ્પદ મોત થયાં છે ત્યારે આરોગ્ય તંત્ર દોડતું થયું છે પરંતુ હાલ અત્યારે તંત્રએ ઘણી ખરી સગવડતા ઉભી કરી છે. અને પાંચેય બાળકના બલ્ડ સેમ્પલ લઈને તેની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જો બાળકોના બ્લડ સેમ્પલ પોઝિટિવ આવશે તો મૃતકના એટોપસી પીએમ કરી આ ભયંકર વાઇરસ વિશે વધુ માહિતી તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જાણી શકાશે આ તમામ કાર્યવાહી સિવિલના ફોરેન્સિક વિભાવના વડા ડો.હેતલ કયાડા દ્વારા રજૂ કરવામાં આવેલા બાળકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કરવામાં આવશે.આરોગ્ય તંત્ર દ્વારા રોગને નિવારવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
સેન્ડ ફ્લાઇથી થતા રોગથી બચવા દીવાલોની તિરાડો બુરી દેવા સલાહ : ડો. હર્ષદ દૂસરા
ચાંદીપુરા વાઇરસને લઈને આજે સીવીલ હોસ્પિટલના તંત્રએ પોતાની આગવી સુઝ બુજથી તંત્રને વધુ મજબૂત કરવા માટે અને દર્દીને વધુ સગવડતા પુરી પાડવા માટે અમુક પગલાંઓ હાથ ધર્યા છે.જેમાં આર.એમ.ઓ. ડો.દૂસરાએ ચાંદીપુરા વાઇરસ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતુંકે હાલ વાઇરસને પહોંચી વળવા માટે 100 બેડ ધરાવતી ઝનાના બિલ્ડીંગમા આશરે 7 જેટલાં આઈ.સી.યુ. બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે અને વધુમાં તેના નિવારણ માટેના પગલાં પણ બતાવામાં આવ્યા હતા જો કોઈ વ્યક્તિને તાવ શરદી અને ઉધરસ જેવા રોગો જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના હોસ્પિટલની મુલાકાત લેવા જણાવ્યું હતું.આ ઉપરાંત બે મહિનાથી 15 વર્ષ સુધીના બાળકોની ખાસ તકેદારી રાખવા અંગે અપીલ કરી છે.