મહારાષ્ટ્રના ગવર્નરના વરદ હસ્તે રાજભવન ખાતે એવોર્ડ એનાયત કરાયો
અબતક, મુંબઇ
કેએમસી કોર્પોરેટ મુંબઇ, એસએમઇ બિઝનેસ સોલ્યુશનમાં અનેરું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. તેઓ છેલ્લી 3 પેઢી એસએમઇ ક્ષેત્રે સતત માર્ગદર્શન આપી રહ્યું છે અને પોતાની સેવાઓ પણ આપી રહ્યું છે. કેએમસી કોર્પોરેટ ટેકશ એડવાઇઝરી, કોર્પોરેટ રીસ્ટ્રક્ચરિંગ, સ્ટાર્ટઅપ એડવાઇઝરી સહિતની અનેક સેવાઓ ઉદ્યોગસહસિકોને આપી રહ્યાં છે. છેલ્લા 45 વર્ષથી આ ક્ષેત્રને બનાવવા અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારોને અનેકવિધ રીતે સૂચનો પણ આપી રહ્યા છે. કેએમસી કોર્પોરેટ મુખ્યત્વે એન્જિનિયરિંગ, હેલ્થ કેર, આઇટી, મીડિયા, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, લોજિસ્ટિક સહિતના વિવિધ ક્ષેત્રનું વન સ્ટોપ સોલ્યુશન આપે છે.
આ તમામ વિશેષ કામગીરી ને ધ્યાને લઇ એસએમઇ એક્સેલેન્સ એવોર્ડ 2021-2022 નો એવોર્ડ કે એમપી કોર્પોરેટ ને એનાયત મહારાષ્ટ્રના ગવર્નર હસ્તે રાજભવન ખાતે કરવામાં આવ્યો હતો. એવોર્ડ સેરેમનીમાં અને નામી લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેએમસી કોર્પોરેટએ એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયા અને મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ અને ઇકોનોમિક ડેવલોપમેન્ટ એસોસિએશનનો પણ આભાર માન્યો હતો. કેએમસી કોર્પોરેટ વિદેશની કંપનીઓ માટે ભારતમાં વ્યાપાર અને ઉદ્યોગ શરૂ કરવા માટેની સ્ટાર્ટઅપ એડવાઇઝરી અને તેમના ઉદભવતા પ્રશ્નોનું નિવારણ લાવવા માટે પણ સતત પ્રયત્નશીલ રહેતું હોય છે.
ઇન્ડિયા એસએમઇ એક્સેલન્સ એવોર્ડ મુખ્યત્વે વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગકારોને આપવામાં આવતો હોય છે કે જેઓ ઉદ્યોગોના વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે વિશેષ કામગીરી હાથ ધરી હોય. ત્યારે આ તમામ લોકોની એક યાદી તૈયાર કરવામાં આવતી હોય છે અને જેનું અવલોકન અને મૂલ્યાંકન સિલેક્ટેડ જ્યુરી દ્વારા કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ તેમની જે ઉપલબ્ધિ અને તેમની જે સિદ્ધિ છે તેને ધ્યાને લઇ એવોર્ડ એનાયત કરતા હોય છે. કેએમસી કોર્પોરેટએ એવોર્ડ મળ્યા બાદ તેમના કલાઇન્ટનો પણ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે એવોર્ડ મળવા પાછળનું સૌથી મોટું કારણ છે તે તેમનો સંસ્થા પ્રત્યેનો ભરોસો પણ છે.