ટુર્નામેન્ટના અંતમાં ટોપ 5 રન કરનાર બેટ્સમેનોમાં કેર રાહુલ મોખરે હશે
આઇસીસી ટી20 વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વી ફાસ્ટ બોલર બ્રેટ લીએ જણાવતા કહ્યું હતું કે આ વિશ્વ કપમાં બેટ્સમેનોમાં સૌથી વધુ રન બનાવનાર જો કોઈ હોય તો તે કે.એલ.રાહુલ હશે ત્યારે લીડિંગ વિકેટટેકર તરીકે ભારતના મોહમ્મદ શામી હોઈ શકે છે. બ્રેટ લીએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે આઈપીએલમાં બંને ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની ટીમને વિજય અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો ત્યારે વિશ્વ કપમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યા બાદ તેમને વધુ મજબૂતી આપવામાં આવી છે.
એટલું જ નહીં ટુર્નામેન્ટના અંતમાં ટોપ 5 બેટ્સમેનમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેનમાં કે એલ રાહુલ અને મુખ્ય પાંચ સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાં મોહમ્મદ સામી નું નામ જોવા મળશે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમના દ્વારા આઈપીએલમાં ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં બ્રેટ લીએ તેની ટીમના ડેવિડ વોર્નર વિશે પણ જણાવતા કહ્યું હતું કે આ ખેલાડી અત્યંત વિસ્ફોટક છે જે ટીમ માટે ખરા અર્થમાં ઉપયોગી સાબીત થશે અને અન્ય ટીમો ના ખેલાડીઓએ પણ તેનાથી ડરવું પડશે.
પોતાની ટીમ વિશે માહિતી આપતા બ્રેટ લીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની ટીમને ટી-20માં જે પ્રમાણમાં સફળતા મળવી જોઈએ તે મળી શકી નથી જેથી આ વિશ્વ કપ ઓસ્ટ્રેલિયા ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે બીજી તરફ ટી-૨૦ ફોર્મેટમાં ઇંગ્લેન્ડ ,ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ સૌથી ઘાતક ધીમો છે જેની સામે રમત રમવી ખૂબ જ મુશ્કેલી ભરી બની રહેશે. પરંતુ ઓસ્ટ્રેલિયા ટીમ માં જે નવોદિત ખેલાડીઓ જોવા મળી રહ્યા છે તેનાથી તેમનું મનોબળ પણ વધ્યું છે અને આઈપીએલમાં ઓસ્ટ્રેલિયન ટીમના ઘણા ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે જેનો લાભ ટીમને વિશ્વકપમાં મળી રહેશે.