રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં વન-ડે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો, અક્ષર અને જાડેજા પણ ટીમની બહાર

દક્ષિણ આફ્રિકા સામે હાલ ભારત ટેસ્ટ સિરીઝ અને વન ડે રમવા આફ્રિકા આવી પહોંચ્યું છે ત્યારે પ્રથમ ટેસ્ટમેચ ભારતે જીતી લેતા આવનારા સમય માટે યોજાનારી વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવેલી છે. જેમાં ઇજાગ્રસ્ત રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે એટલું જ નહીં, વનડે ટીમનું સુકાની પદ કે એલ રાહુલ ને સોંપવામાં આવેલું છે

ત્યારે સૌરાષ્ટ્રના રવીન્દ્ર જાડેજા અને કહી શકાય અક્ષર પટેલને ટીમમાંથી બહાર રાખવામાં આવેલા છે જ્યારે વનડે ટીમ માટે ખૂબ સુકાનીપદ જસપ્રીત બુમરાહને સોંપવામાં આવ્યું છે. આ પૂર્વે રોહિત શર્મા પોતાની ફિટનેસ જાળવવા માટે સતત પ્રયત્નો પણ હાથ ધર્યા હતા પરંતુ તે સંપૂર્ણ રીતે ફિટ ન થતાં ટીમમાં તેને આરામ આપવામાં આવ્યો છે.

18 સભ્યોની ટીમમાં થી મોહમ્મદ શમી ને પણ આરામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે વન ડે ટીમ ની યાદી પણ જાહેર કરવામાં આવેલી છે જેમાં કે.એલ રાહુલ, જસપ્રીત બુમરાહ, શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકેટેશ ઐયર, રિસભ પંત, ઈશાન કિશન, યઝુવેન્દ્ર ચહલ, આર.અશ્વિન, વૉસિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, પ્રસિદ્ધ ક્રિષ્ના, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સીરાજનો સમાવેશ કરવામાં આવેલો છે.

બોર્ડના દરેક મેમ્બર  કોહલીને ટી-20ના  કેપ્ટન પદે રાખવા ઈચ્છતા હતા

વિરાટ કોહલીના કેપ્ટનશીપ ને લઇ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ જણાવતાં કહ્યું હતું કે માત્ર તે જ નહીં પરંતુ સમગ્ર બોર્ડ મેમ્બરે વિરાટ કોહલીને ટી ટ્વેન્ટી ના સુકાની તરીકે યથાવત રહેવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારતીય ટીમને ખાસ તેમની જરૂર છે. હું તો વિરાટ કોહલી ના બીડી કારણોસર તે ટી-20નું  સુકાની પદ છોડવા માંગતો હતો . જેને અનેક વખત બદલાવવા માટે બોર્ડે પ્રયાસ કર્યો હતો પરંતુ જે રીતે વિરાટે તેનો નિર્ણય નિર્ધારિત કર્યો ત્યારબાદ તેમના નિર્ણયને સ્વીકારવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.