કાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૨૪ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

સતત ટ્રાફિકથી ધમધમતા એવા કાલાવડ રોડ પર કે.કે.વી. સર્કલે અંડરબ્રીજ બનાવવાના કામે ડીટેઈલ પ્રોજેકટ બનાવવા માટે ક્ધસલ્ટન્ટની નિમણુક કરવા સ્ટેન્ડિંગ કમિટીની સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ ૨૪ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

આ અંગે વધુ વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરના કાલાવડ રોડ પર ૧૫૦ ફુટ રીંગ ચોકમાં કે.કે.વી. સર્કલ ખાતે અંડરબ્રીજ બનાવવા માટેના પ્રોજેકટમાં જાહેરાત કરવામાં આવી હતી. અંડરબ્રીજ બનાવવાના કામ માટે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા ક્ધસલ્ટન્ટની નિમણુક કરવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં ડેલ્ફ ક્ધસલ્ટીંગ એન્જીનીયર્સ ઈન્ડિયા પ્રા.લી. પ્રોજેકટ કોસ્ટના ૧.૮ ટકા ક્ધસલ્ટીંગ ચાર્જ સાથે ઓફર કરી હતી. જે વધુ લાગતા ક્ધસલ્ટન્ટને વાટાઘાટ માટે બોલાવવામાં આવ્યા હતા. વાટાઘાતના અંતર્ગત ક્ધસલ્ટન્ટે પ્રોજેકટ કોસ્ટના ૧.૩૫ ટકાથી વસુલી ડીપીઆર તૈયાર કરવાની ઓફર આપી છે. જે મંજુર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં પાઈપલાઈનની સુવિધા વિહોણા વિસ્તારોમાં ટેન્કર કે ટ્રેકટર દ્વારા પાણી વિતરણ કરવાનો ત્રિમાસિક કોન્ટ્રાકટ આપવા, રૈયારોડ પર આવેલા ગુરૂગોવિંદસિંહજી શોપીંગ સેન્ટરની જે જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવ્યું છે તેનો દસ્તાવેજ કરી આપવા, મહાપાલિકાની સિનિયર અને હેડ કલાર્કની ભરતીના નિયમમાં સુધારો કરવા વોર્ડ નં.૪માં જુના જકાતનાકા પાસે ટીપી સ્કીમ નં.૧૨ રાજકોટના ફાઈનલ પ્લોટ નં.૧૦૫માં કોમ્યુનિટી હોલ બનાવવા તથા કોર્પોરેશનમાં કામ કરતા કોન્ટ્રાકટરો અને એજન્સીઓને જીએસટી સંબંધિત ભાવ વધારો આપવા સહિતની ૨૪ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.