ટ્રાફિક સમસ્યા હલ કરવા પ૦૦ મીટર દુરથી વાહનને યુ ટર્ન લેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડયું જાહેરનામું
શહેરના દિન પ્રતિદીન વાહન વ્યવહાર વધતો જતો હોય જેના કારણે શહેરમાં હાર્દ સમા કાલાવાડ રોડ તથા યુનિવર્સિટી રોડ ઉપર જવા આવવા માટે કે.કે.વી. ચોક તથા ઇન્દીરા સર્કલનો ઉપયોગ થતો હોય જેથી ત્યાં અવાર નવાર ટ્રાફીક જામ થતો હોય અને અકસ્માત થવાનો ભય રહેતો હોય તેમજ આ રોડ ઉપર શાળા કોેલેજો તથા હોસ્પિટલ વિગેરે આવેલ હોય જેને ઘ્યાને લઇ વાહનોનો ટ્રાફીક જામ ન થાય તેમજ અકસ્માત થવાની સંભાવના ઓછી થાય તેવા હેતુથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ટ્રાફીકને લગત અગત્યના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.
શહેર કાલાવડ રોડ કે.કે.વી. હોલ ચોક ખાતે ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે અગાઉ જાહેરનામુ બહાર પાડવામાં આવેલું છે જેમાં કેટલાક સુધારાઓ કરવામાં આવેલા છે. જેથી હવે પછી કાલાવડથી આવતો ટ્રાફીક કે.કે.વી. પાસે બીગ બજાર તરફ જવું હોય ત્યારે કે.કે.વી. ચોક ક્રોસ કરી વોકહાર્ટ હોસ્પિટલ નજીક પ૦ મીટર દુરના ડીવાઇડરના કટ પાસેથી યુટર્ન લઇ કે.કે.વી. ચોક પાસેથી ડાબી બાજુ વળી બીગ બજાર તરફ જઇ શકાશે તેમજ કોટેચા ચોકથી આવતો ટ્રાફીક કે.કે.વી. ચોકથી ઇન્દીરા સર્કલ જવા માટે કે.કે.વી. ક્રોસીંગ આગળ ક્રિષ્ના મેડીકલ પાસે પ૦ મીટર દુર આવેલા ડીવાઇડરના કટથી યુટર્ન લઇ કે.કે.વી. ચોક પાસેથી ડાબી બાજુ જઇ ઇન્દીરા સર્કલ જઇ શકાશે તેજ રીતે બીગ બજારથી કે.કે.વી. ચોક તરફ આવતા ટ્રાફીકને કોટેચા ચોક તરફ જવા માટે કે.કે.વી. ચોકથી ડાબી બાજુથઇ પ૦ મીટર દુર ક્રિષ્ના મેડીકલ સ્ટોર પાસેના ડીવાઇડરના કટ પાસે યુટર્ન લઇ કે.કે.વી. ચોક થી કોટેચા ચોક તરફ જઇ શકાશે તેમજ ઇન્દીરા સર્કલ બાજુથી આવતો ટ્રાફીક કે.કે.વી. ચોકથી કાલાવડ તરફ જવા માટે કે.કે.વી. ચોકથી ડાબી બાજુ વળી પ૦ મીટર દુર આવેલ વોકહાર્ટ હોસ્પિટલ પાસેના ડીવાઇડરના કટથી યુટર્ન લઇ કે.કે.વી. ચોક થઇ કાલાવડ તરફ જઇ શકાશે.
તેમજ ઇન્દીરા સર્કલ ખાતે ટ્રાફીક ની સમસ્યા હલ કરવા માટે હવે પછી યુનિવર્સિટી રોડ તરફથી આવતો ટ્રાફીક કે.કે.વી. ચોક તરફ જવું હોય ત્યારે ઇન્દીરા સર્કલ ક્રોસ કરી પટેલ વિહાર (વોકહાર્ટ હોસ્પિટલ પાછળના ભાગે) ડીવાઇડરના કટ પાસેથી યુટર્ન લઇ ઇન્દીરા સર્કલથી ડાબી બાજુ વાળી કે.કે.વી. ચોક તરફ જઇ શકાશે તેમજ કોટેચા ચોકથી આવતો ટ્રાફીક ઇન્દીરા સર્કલથી રૈયા ટેલીફોન એક્ષચેન્જ તરફ જવા માટે ઇન્દીરા સર્કલ ક્રોસ કરી આગળ કે કોર્નર દુકાનવાળા મનાલી ચોક ખાતે આવેલા ડીવાઇડરના કટથી યુટર્ન લઇ ડાબી બાજુ ઇન્દીરા સર્કલ થઇ રૈયા ટેલીફોન એક્ષચેન્જ તરફ જઇ શકાશે તેમજ કે.કે.વી. ચોકથી આવતો અને કોટેચા ચોક તરફ જવા માગતો ટ્રાફીક ઇન્દીરા સર્કલથી ડાબી બાજુ યુનિવસિટી રોડ આગળ કે. કોર્નર દુકાનવાળા મનાલી ચોક ખાતે આવેલા ડીવાઇડરના કટથી યુટર્ન લઇ સીધા ઇન્દીરા સર્કલ થઇ કોટેચા ચોક તરફ જઇ શકાશે તેમજ રૈયા ટેલીફોન એક્ષચેન્જથી આવતો અને યુનિવર્સિટી રોડ તરફ જવા માગતો ટ્રાફીક ઇન્દીરા સર્કલથી ડાબી બાજુ કોટેચા ચોક તરફ પટેલ વિહાર (વોટહાર્ટ હોસ્પિટલ પાછળના ભાગે) ડીવાઇડરના કટ પાસેથી યુટર્ન લઇ ઇન્દીરા સર્કલ થી સીધા યુનિવસીટી રોડ તરફ જઇ શકાશે.
આ ઉપરોકત જાહેરનામા મુજબની ટ્રાફીક વ્યવસ્થાનો સમય સવારે ૯ થી બપોરના ૧૩ સુધી તથા સાંજના કલાક ૧૭ થી ર૧ સુધી રહેશે જેથી રાજકોટ શહેરની જાહેર જનતાએ ઉપરોકત જાહેરનામા તેમજ ટ્રાફીક નિયમોનું ચુસ્પણે પાલન જાહેરનામા દ્વારા અનુરોધ કરાયો છે.