ઓલ-રાઉન્ડર નીતીશ રાણા બીજી વખત મેન ઓફ ધ મેચ બન્યો
નીતીશ રાણાના ઓલરાઉન્ડ દેખાવની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતાં આઠ વિકેટ ગુમાવી ૧૬૦ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ ત્રણ વિકેટ ગુમાવી ૧૮.૫ ઓવરમાં વિજય મેળવી લીધો હતો.આમ કલકત્તાની ટીમે ૫ મેચ માંથી ૩ મેચ જીતીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે
૧૬૧ રનના ટાર્ગેટ સામે કોલકાતાએ પ્રથમ ઓવરમાં જ ક્રિસ લિનની વિકેટ ગુમાવી દીધા બાદ નારાયણ અને ઉથપ્પાએ ટીમનો સ્કોર ૭૦ રને પહોંચાડયો હતો. નારાયણ ૩૫ રનના અંગત સ્કોરે રનઆઉટ થયો હતો. ઉથપ્પાએ નીતીશ રાણા સાથે મળી ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડયો હતો. ઉથપ્પા અર્ધી સદીથી બે રન દૂર હતો ત્યારે ગોતમની ઓવરમાં સ્ટોક્સે બાઉન્ડરી પર શાનદાર કેચ ઝડપી કોલકાતાને ત્રીજો ઝટકો આપ્યો હતો. અહીંથી દિનેશ ર્કાતિક અને નીતીશ રાણાએ ૬.૨ ઓવરમાં ૬૧ રનની ભાગીદારી નોંધાવી ટીમને ૧૮.૫ ઓવરમાં વિજય અપાવ્યો હતો.
અગાઉ રાજસ્થાન રોયલ્સ ટીમના ઓપનર રહાણે અને ડાર્સી શોર્ટે પ્રથમ વિકેટ માટે ૫૪ રન જોડયા હતા. બંને સેટ થયા હતા પરંતુ .ત્યારબાદ રાજસ્થાન રોયલ્સની ટીમ લાંબી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહી હતી અને આખી ટીમ ૧૬૦ રન જ કરી શકી હતી જે કલકત્તા માટે જરાપણ ચેલેંજિંગ સ્કોર ન હતો નીતીશ રાણા બીજી વખત મેન ઓફ ધ મેચ થયો હતો
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com