આરસીબીના બેટ્સમેનો કલકત્તાના સ્પિનરોની ફીરકીમાં ફસાયા, 21 રને માત આપી

આઇપીએલની 16મી અત્યંત રોમાંચક બની ગઈ છે. તેમાં બેંગ્લોર ની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર જ હાર હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે થયો હતો.  બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જેસન રોયે 29 બોલમાં સટાસટ 56 રન બનાવ્યા હતા. તો કેપ્ટન નીતિશ રાણાએ 21 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 37 બોલમા 54 રનની ઇનિંગ રમી હતી.

કોહલી સિવાય અન્ય કોઈ બેટ્સમેન કલકત્તાના સ્પીનરો સામે ટક્યા ન હતા. કલકત્તાના બોલરો ની વાત કરવામાં આવે તો વરુણ ચક્રવતીએ ત્રણ વિકેટ સુયશ શર્માએ બે વિકેટ અને આન્દ્રે રસલે બે મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. કોલકાતાની ટીમે સતત ચાર મેચ હાર્યા બાદ પ્રથમ મેચ જીતી હતી. તે જ સમયે, બેંગલોરની ટીમ સતત બે જીત બાદ આજે હારી હતી. કલકત્તાની આઠ મેચમાં ત્રણ જીત અને પાંચમાં હાર છે.

છ પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. આ સાથે જ બેંગ્લોરની ટીમ આઠ મેચમાં ચાર જીત અને ચાર હાર સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. કલકત્તા માટે ચિંતા નો વિષય એ છે કે આન્દ્રે રસલ કે જે આધારભૂત સ્તંભ છે કલકત્તા ટીમ માટેનો તે અત્યાર સુધી એક પણ મેચમાં ચાલ્યો નથી ત્યારે આવનારા મેચમાં જો તેનું યોગ્ય પ્રદર્શન હાથ નહીં ધરાય તો ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે. હવે લીગ મેચ પુરા થવા માટે રિવર્સ મેચ ચાલુ થઈ ગયા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.