ડિવિલિયર્સની વિસ્ફોટક ઇનિંગ્સે કલકતાને ૮૨ રને માત આપી!!

આઇપીએલ ૧૩મી સીઝન અડધે પોહચી છે. ત્યારે બેંગ્લોર અને કલકત્તા વચ્ચે મેંચ રમાઈ હતી જેમાં બેંગ્લોરે ૮૨ રને હરાવ્યું હતું. બોલરો માટેનું કબ્રસ્તાન માનવામાં આવતી પીચમાં બેંગ્લોરના બોલરો દ્વારા ધુવા ધાર બોલિંગ કરવામાં આવી હતી. ટીમ કોહલી દ્વારા અદભૂત દેખાવ કરવા બદલ કેપતાન કોહલીએ ટીમની પ્રશંસા કરી હતી. બોલરોની જો વાત કરવામાં આવે તો બેંગ્લોરના બોલરોએ કલકત્તાની ટીમને સંપૂર્ણ કાબુમાં રાખી હતી. બેંગલોરના એબી ડિવિલિયર્સ દ્વારા ૩૩ બોલમાં ૭૩ રન કરીને તેમની ટીમ માં નવો જોશ ભરી દીધો હતો. સ્લો વિકેટ પીચ પર ટીમ કોહલીએ અદભુત દેખાવ કર્યો હતો.

આઇપીએલ ૨૦૨૦ની ૨૮મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે શારજાહ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સને ૮૨ રને હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે ૧૯૪ રન કર્યા હતા. જવાબમાં નાઈટ રાઈડર્સ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૧૨ રન જ કરી શક્યુ હતું. આ સાથે બેંગલોર લીગમાં સતત બીજી મેચ જીત્યું છે અને તેમણે નાઈટ રાઈડર્સને જીતની હેટ્રિક લગાવતા રોકયું હતું.

કોલકાતાના કપ્તાન દિનેશ કાર્તિક સહિત ૮ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહોતા. આ જીત સાથે બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું હતું. રનના માર્જિનથી જોવામાં આવેતો આ કોલકાતા સામે બેંગલોરની સૌથી મોટી જીત છે.  કોલકાતાના  શુભમન ગિલે ૩૪ અને રાહુલ ત્રિપાઠી તેમજ આન્દ્રે રસેલે ૧૬ રન બનાવ્યા હતા. બેંગલોર વતી સુંદર અને ક્રિસ મોરિસે ૨-૨ વિકેટ લીધી હતી. ઓઇન મોર્ગન ૮ રને આઉટ થયો હતો. જ્યારે આન્દ્રે રસેલ ૧૬ રને ઉદાનાની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર સિરાજના હાથે કેચ આઉટ થયો હતો.

ઓપનર ટોમ બેન્ટન પોતાની ડેબ્યુ મેચમાં પ્રભાવશાળી દેખાવ કરવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. તે નવદીપ સૈનીની બોલિંગમાં બોલ્ડ થયો. તેણે ૧૨ બોલમાં ૮ રન કર્યા હતા. તે પછી નીતીશ રાણા ૯ રને વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શારજાહ ખાતે ૨૦ ઓવરમાં ૨ વિકેટે ૧૯૪ રન કર્યા હતા. એબી ડિવિલિયર્સે ૨૩ બોલમાં પોતાના IPL કરિયરની ૩૬મી ફિફટી મારી હતી. એબી ડિવિલિયર્સ એ બેંગ્લોર ની રનરેટ સુધારવામાં અગત્યનું ભૂમિકા ભજવતા ૩૩ બોલની ઇનિંગ્સ દરમિયાન ૫ ફોર અને ૬ સિક્સની અણનમ ૭૩ રન કર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ ૨૮ બોલમાં ૧ ફોરની મદદથી ૩૩ રન કર્યા હતા. કોલકાતા માટે આન્દ્રે રસેલ અને પ્રસિદ્ધ કૃષ્ણે ૧-૧ વિકેટ લીધી.

આઈપીએલની કેરિયરમાં કોહલી અને  ડિવિલિયર્સએ ૧૦ વખત ૧૦૦ રનની પાર્ટનર શિપ કરી હતી. જ્યારે કોહલી અને ગેલે ૯ વખત મારી હતી. ધવન અને વોર્નરે ૬ વખત કરી છે. જ્યારે બેરસ્ટો અને વોર્નરની જોડી તેમજ ગંભીર અને ઉથપ્પા ની જોડીએ ૫-૫ વખત ૧૦૦ રન માટે ભાગીદારી કરી છે. દેવદત્ત પડિક્કલ ૩૨ રને આઉટ થયો હતો. તેણે પોતાની ૨૩ બોલની ઇનિંગ્સ દરમિયાન ૪ ફોર અને ૧ સિક્સ મારી હતી. પડિક્કલને બોલ્ડ કરીને રસેલે ટી-૨૦માં ૩૦૦ વિકેટ પૂરી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.