ફળ ખાવા એ દરેકને પસંદ હોય છે. કીવી ફળ સ્વાદમાં ખાટું મીઠું હોય છે. જેને ખાવાથી શરીરને અનેક લાભ થાય છે. ભારતમાં તેને ઘણા લોકો આરોગે છે. એ બ્લડ પ્રેશરનાં દર્દી માટે ખૂબ જ લાભદાઇ સાબિત થાય છે. તેમાં પોટેશિયમ ભરપૂર હોય છે. એ ફળ લીલાં રંગનું હોય છે, અને તેની છાલ ચીકુની છાલના રંગ જેવી હોય છે જેનો ઉપયોગ કીડનીની સમસ્યાથી પીડાતા લોકોએ કરવો જોઇએ તો આવો જાણીએ આ સ્વાદિષ્ટ ફુળનાં ફાયદા શું છે….
પાચનક્રિયાને મજબૂત બનાવે છે.
કીવીમાં એન્જાઇમ હોઇ છે. જે ડાઇજેસ્ટિવ સિસ્ટમને વધુ સારી બનાવે છે. જેનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.
સોજામાં રાહત આપે છે.
કીવી ખાવાથી સોજામાં રાહત થાય છે. જેમાં અધિક માત્રામાં ઇમ્ફલેમેટરી ગુણ મળી આપે છે જે થાઇરોડ માટે પણ ખૂબ ગુણકારી રહે છે.
ઇન્ફેક્શન દૂર કરે છે.
એન્ટી ઓક્સિડેન્ટ ગુણોથી ભરપુર કીવી ઇન્ફેક્શનથી છૂટકારો મેળવામાં લાભદાઇ હોય છે જેથી તેનું સેવન નિયમતપણે કરવું જોઇએ.
આંખોનું તેજ વધારે છે :
એવું કીવી આંખ માટે ખૂબ જ સારુ છે જેથી રોજના ત્રણ કીવી ખાવાથી આંખોનું તેજ વધે છે.
હૃદયની સમસ્યામાં રાહત આપે છે.
કીવીનો ઉપયોગ કરવાથી બ્લડ ક્લોટ અને ટ્રાઇગ્લિ સ્ત્રાઇડ્સને સહેલાઇથી ઓછા કરી શકાય છે. જેમાં એન્ટી ક્લોટીંગ ગુણ અધિક માત્રામાં જોવા મળે છે.
કબજીયાતમાં લાભદાયી :
કીવી કબજીયાતની સમસ્યામાં આરામ આપે છે. જેમાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે જે કબજીયાતની એક દવા છે.