રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે બુધવારના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે રૈયાધાર આવાસ યોજના, રાજકોટ ખાતે દીપાવલીના શુભ દિને સંવેદના કાર્યક્રમ અંતર્ગત કિટ વિતરણ, રૈયાધાર આવાસ યોજનાના લાર્ભાીઓને નળ કનેક્શન ફોર્મ વિતરણ કેમ્પ, સફાઈ કર્મચારીઓ માટે મેડીકલ કેમ્પ તા હેલ્થ ચેક અપ કાર્ડનું વિતરણ, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિડિયોનું લોન્ચિંગ તેમજ ૩૨૪ ટીપર વાનમાં પી. એ. સિસ્ટમ ઇન્સ્ટોલેશન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્તિ રહેશે.
આ પ્રસંગે પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર વોર્ડ નં.૦૧ આશિષભાઈ વાગડિયા, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, રાજકોટ શહેર ભાજપ મંત્રી ચારૂબેન ચૌધરી, વોર્ડ નં.૦૧ ભાજપ પ્રભારી દિલીપભાઈ પટેલ, પ્રમુખ વોર્ડ નં.૦૧ રસિકભાઈ બદ્રકીયા, મહામંત્રી વોર્ડ નં.૦૧ કાનજીભાઈ ખાણધર, ભાવેશભાઈ પરમાર વિગેરે ઉપસ્તિ રહેશે.
આજે મહાનગરપાલિકાના પદાધિકારીઓએ રૈયાધારની સ્ળ મુલાકાત લીધેલ. મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સીટી એન્જિનીયર દોઢિયા, અલ્પનાબેન મિત્રા સહિતના ઉપસ્તિ રહ્યા હતા.