ઉત્તરાયણમાં ગુજરાતીઓને એક જ સવાલ હોય છે, પવન કેવો રહેશે. પતંગ-દોરી, ફટાકડા, ઊંધિયા-જલેબીનો ખર્ચો કર્યા બાદ જો પવન ન હોય તો કોઈ મજા નથી. ઉત્તરાયણની આખી મજ્જા પવન છે, નહિ તો આખો તહેવાર ફિક્કો બની જાય છે. લોકો બુઝેલા મોઢે અગાશી પર નજર દોડાવ્યા કરતા હોય છે. પવન હોય તો પતંગ ઉડે. પરંતુ આ વર્ષની ઉત્તરાયણ પર જોરદાર પવન હશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી કરી દીધી છે.
Kite Production In Ahmedabad : ઉત્તરાયણમાં લોકો જે વિવિધ રંગબેરંગી પતંગ ઉડાડે છે તે બનાવવાની સમગ્ર પ્રક્રિયા રસપ્રદ છે. ગુજરાતમાં ખંભાત અને નડીયાદની જેમ અમદાવાદના અનેક વિસ્તારો પતંગ ઉદ્યોગના હબ જેવા છે. અમદાવાદમાં અનેક પરિવાર વર્ષના નવ મહિના પતંગ બનાવ્યા જ કરે છે. માત્ર ચોમાસાના ચાર મહિના જ કામગીરી બંધ રહે છે. વર્ષ દરમિયાન પતંગ બનાવતા અનેક પરિવારોને રોજી પુરી પાડતો આ ગૃહઉદ્યોગ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળે છે.
ગુજરાતમાં બને છે 600 કરોડના પતંગ
ઉત્તર ભારતમાંથી વર્ષે દોઢ લાખ કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ અને સુરત આવે છે. એકલું ગુજરાત રૂ. 650 કરોડના પતંગ બનાવીને સમગ્ર ભારતનું 95% માર્કેટ ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદ અને સુરતના હાથમાં છે. શિયાળામાં સ્વાભાવિક રીતે આકાશમાં પતંગો દેખાવાના શરુ થાય છે જે જાન્યુઆરીની 14મી અને 15મી તારીખે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સર્વોચ્ચ સ્તરે દેખાતા જ સમગ્ર તહેવાર અનેક યાદો સાથ શમી જાય છે.
એક મહિના પહેલાથી પતંગના માર્કેટ સક્રિય થઈ જાય છે પરંતુ માર્કેટની આ પૂર્તિ માટે છ મહિના પહેલા અમદાવાદના જમાલપુર, કાળુપુર, દરિયાપુર, રાયખડ, ઘીકાંટા, નરોલ, વટવા, જમાલપુર, રામોલ, ઓઢવ, ઈસનપુર, ગોમતીપુર, બાપુનગર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુસ્લીમ કારીગરો પતંગ બનાવવા બીજા શહેરોમાંથી આવે છે. ખાસ કરીને જયપુર, રાયબરેલી, મેરઠ, ગાઝીયાબાદ, ઈન્દોર જેવા શહેરોમાંથી કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ આવે છે.
ભારતમાં સૌથી વધુ પતંગોનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત
અત્રે ઉલ્લેખનીય છે કે પતંગની શોધ ચીનમાં થઈ હતી. ત્યારબાદ મુઘલો દ્વારા દિલ્હી અને ઉત્તર ભારતના શહેરોમાં તે શિયાળામાં પ્રચલિત શોખ હતો. પરંતુ આજે ગુજરાત સમગ્ર ભારતમાં સૌથી વધુ પતંગોનું ઉત્પાદન કરતું રાજ્ય છે અને અમદાવાદ અને સુરતમાં તેના સૌથી વધુ કારીગરો કામ કરી રહ્યા છે. પરંતુ ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે.
અમદાવાદ સૌથી મોટું હબ
એક મહિના પહેલાથી પતંગના માર્કેટ સક્રિય થઈ જાય છે પરંતુ માર્કેટની આ પૂર્તિ માટે છ મહિના પહેલા અમદાવાદના જમાલપુર, કાળુપુર, દરિયાપુર, રાયખડ, ઘીકાંટા, નરોલ, વટવા, જમાલપુર, રામોલ, ઓઢવ, ઈસનપુર, ગોમતીપુર, બાપુનગર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ કારીગરો પતંગ બનાવવા બીજા શહેરોમાંથી આવે છે. ખાસ કરીને જયપુર, રાયબરેલી, મેરઠ, ગાઝીયાબાદ, ઈન્દોર જેવા શહેરોમાંથી કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ આવે છે.
પતંગ બનાવવા આ કાગળોનો થાય છે ઉપયોગ
પતંગની બનાવટ માટે બટર પેપર, ટીસ્યૂ પેપર, લોકલ ઉપરાંત પોલીસ્ટર પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ થાય છે. જેના માટે વાંસની સળીઓનો ઉપયોગ થાય છે. પતંગની ચારેય બાજુને બાંધવા માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે પતંગ પર થ્રી ડી પ્રિન્ટિંગ પણ કરવામાં આવે છે.
હવે પતંગ માત્ર લોકલ માર્કેટમાં જ નહીં પરંતુ કોર્પોરેટ ગિફટિંગ વાપરવામાં આવે છે
પતંગની બનાવટ માટે બટર પેપર, ટીસ્યૂ પેપર, લોકલ ઉપરાંત પોલીસ્ટર પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ થાય છે. જેના માટે વાંસની સળીઓનો ઉપયોગ થાય છે. પતંગની ચારેય બાજુને બાંધવા માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે પતંગ પર થ્રી ડી પ્રિન્ટિંગ પણ કરવામાં આવે છે. પતંગ માત્ર લોકલ માર્કેટમાં જ નહીં પરંતુ કોર્પોરેટ ગિફટિંગમાં પણ સ્થાન પામ્યા હોવાથી કંપનીઓ પોતાના કર્મચારીઓને પતંગ ફીરકીની ભેટ આપતી હોવાથી કસ્ટમાઈઝ પતંગ પણ બજારમાં મળવા લાગ્યા છે.
અમદાવાદમાંથી અન્ય દેશોમાં પણ એકસપોર્ટ થાય છે પતંગો
અમદાવાદમાં માત્ર બે રૂપિયાથી લઈને રૂ.1000 અને રૂ.5000ના પતંગો પણ મળે છે. જેમાં તેની સાઈઝ, કાગળ અને વપરાયેલા મટીરિયલ્સ પર આધારિત છે. અમદાવાદમાંથી અન્ય દેશોમાં પણ પતંગો એકસપોર્ટ થાય છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, મધ્ય એશિયાઈ દેશોમાં અમદાવાદથી પતંગો જાય છે.
મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી કારીગરો આવે છે
મોટી પતંગોની સાથે અમદાવાદ પાસે મિનિએચર પતંગોનું મોટું કલેક્શન છે. માત્ર પતંગ જ નહીં પરંતુ પતંગની સાથે દોરી રંગનારા કારીગરો પણ સ્થાનિક અને બહારથી સક્રિય થઈ જાય છે અને મોટી સંખ્યામાં સુરત અને અમદાવાદમાં દોરી ઘસવા માટે ખાસ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં કારીગરો આવે છે.