ઓખા નગરપાલિકાના સહયોગી મીઠાપુર ડી.એ.વી.સ્કૂલના કરાટે માસ્ટર ગજેન્દ્ર કુમાર દ્વારા ઓખા ગાંધીબાગ ખાતે કરાટે કોચીંગ કલાસનો શુભ પ્રારંભ કરવામાં આવેલ. જેમાં ઓખાના ૫૦ થી ૬૦ બાળકોએ ભાગ લઈ રહ્યાં છે. કરાટે ટીચર બ્લેક બેલ્ટ ધરાવે છે. તેઓનું કહેવું છે કે, બાળકોને પોતાના સ્વબચાવ એ સુરક્ષા માટે આ ટ્રેનીંગ ખાસ જરૂરી છે તેમાં મહિલા અને બાળાઓ માટે તો ખાસ ઉપયોગી છે.
આ ટ્રેનીંગમાં કરાટે, લાઈ માર્સલ આર્ટ, જુડો જેવી વિવિધ ટ્રેનીંગો આપવામાં આવે છે અને ટૂર્નામેન્ટ પણ યોજવામાં આવે છે તા ટ્રેનીંગ પુરી થાય ત્યારે સંસનું માન્ય સર્ટીફીકેટ પણ આ આપવામાં આવે છે. જે સર્ટીફીકેટ ઓલ ઈન્ડિયા માન્યતા ધરાવે છે. કરાટે ટીચરના આ કાર્યને ઓખા મહિલા મંડળના પ્રમુખ ડો.પુષ્પાબેને ખાસ બીરદાવ્યું હતું. ઓખા નગરપાલિકા પ્રમુખ વંદનાબેન વિઠલાણીએ ઓખાની બાળાઓને આ ટ્રેનીંગનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.