કાય…પો… છે..

ચીંચીયારીથી અગાશીઓ ગુંજશે

ગામો-ગામ પતંગ, દોરી, તુકકલ, ફટાકડા, ચીકી, જીંજરા ખરીદવા બજારો ઉભરાઈ: રવિ-સોમ બે દિવસીય રજામાં પતંગ ચગાવવા ઉત્સવપ્રેમીઓમાં આનંદ બેવડાયો: સવારથી જ નાના-મોટા સર્વે અગાસી પર ચડી જઈ ઉત્તરાયણ મનાવશે: બપોરે ઉંધીયું તો સાંજે પંજાબી-ચાઈનીઝ-ઢોસાની લુફત ઉડાવશે: ગૌશાળા-સેવાકીય સંસ્થાઓએ માંડવા નાખ્યા તો કરૂણા હેલ્પલાઈન પણ બની છે કાર્યરત

02 1

સોમવારે સૌનો પ્રિય તહેવાર એવી ઉતરાયણ આવી રહી છે ત્યારે સૌ કોઈ પતંગ ચગાવવા ઉત્સાહિત બન્યા છે. આ વર્ષે મજાના પર્વની સાથે રવિ-સોમ બે દિવસીય રજા હોય જેથી આનંદ પણ બેવડાયો છે. આજથી જ પતંગ, દોરી, તુકકલ, ચીકી, જીંજરા, શેરડી વગેરે ખરીદવા બજારો ઉભરાવા લાગી છે. વિદ્યાર્થીઓને પણ જાણે આજથી મીની વેકેશન પડયું હોવાનું લાગશે. આખો દિવસ બાળકો, યુવાઓ, વડીલો ધાબા પર રહી ધુમ મચાવશે અને કાઈપો છે, કાઈપો છે જેવી બુમ ગુંજશે. શોખીન બહેનો પતંગ ચગાવશે તો કોઈ મનભાવન ચીજ વસ્તુઓ ખાઈ મજા માણશે.

01

દર વર્ષે અગાસી પડી જવાના બનાવો બનતા હોય ત્યારે પતંગ લુંટવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે તેમ છતાં બાળકો-યુવાઓ પતંગ લુંટી એજ પતંગ ચગાવી મોજ કરશે. પતંગ-દોરાની સાથો સાથ અગાસી પર ટેપ-સ્ટીરીયામાં નવા-જુના ગીતો વગાડી લોકો વાતાવરણ ગુંજવી દેતા હોય છે. લોકો પોતાના મિત્રો, પાડોશીઓ, સગા-સંબંધીઓ સાથે મળી એક જ જગ્યાએથી પતંગ ચગાવવાનો જલ્સો કરે છે તો કોઈ વિશાળ ગ્રાઉન્ડમાં જઈને પણ પતંગ ઉડાડે છે. ઉતરાયણના દિવસે બપોરે દરેકના ઘરે ખાસ કરીને રાજકોટમાં ચાપડી-ઉંધીયું જ બને છે જોકે આ દિવસે ઉંધીયુ આરોગવાની મજા પણ કંઈક ઓર હોય છે તો સાંજે સ્ત્રીઓ રસોઈ બનાવવાનું ટાળી બહારનું જમવાનું વધુ પસંદ કરે છે. હોટેલ, રેસ્ટોરન્ટમાં જઈ ઢોસા, પંજાબી, ચાઈનીઝન, મજા માણે છે.

FullSizeRender 5 2 e1489736465682

દર વર્ષની જેમ આ વર્ષે પણ જાણીતા હિરો-હિરોઈનના ચિત્રો વાળી પતંગો તેમજ રાહુલ-ગાંધીના ફોટાવાળી પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને આ પ્રકારની પતંગો બનાવાઈ હોય ત્યારે બંને વચ્ચે પેચ લાગશે. વેપારીના જણાવ્યા મુજબ આ વર્ષે બજારમાં રૂ.૨૦ થી લઈ રૂ.૧૦૦૦ સુધીના પંજાના ભાવ છે અને દોરીમાં પણ ૯ અને ૧૨ તારની દોરી ઓન ડિમાન્ડ છે. ચાઈનીઝ તુકકલ ઉપર પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે પતંગની સાથો સાથ તુકકલ આકાશમાં ચગે છે. ચાઈનીઝ દોરી, તુકકલથી પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય જેને લઈ સેવાકીય સંસ્થાઓ દ્વારા અનેક જાગૃતિ અભિયાનો, કરૂણા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. તેમજ આ દિવસે ગાયોને ઘાસચારો, નિરણ નાખવાનું મહાત્મય વધુ હોય ગોશાળા-પાંજરાપોળો દ્વારા ઠેર-ઠેર અનુદાન મેળવવા માંડવા નખાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.