૧૪મી જાન્યુઆરીના ઉજવણીનો આનંદ સર્વત્ર પ્રવર્તી રહ્યો છે. ધર્મ, સંસ્કૃતી પરંપરાગત રીતે ઉજવાતા અને સામાજીક સમરસ્તાના ઉદેશ્ય આપતા આ પર્વમાં દાન-પૂણ્ય અને જીવદયાના અપાર મહિનાથી ઉતરાયણનો તહેવાર ભારત અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિશિષ્ટ મહત્વ ધરાવે છે. ત્યારે ધર્મપરંપરા સાથે વૈજ્ઞાનીક અને સામાજીક ધોરણે ઉતરાયણની આ ઉજવણી દરેક માટે પોતીકું બની રહી છે. સૂર્ય ના મકરરાશી પ્રવેશના આ સંક્રાંતીકાળમાં સૂર્યસ્નાન આરોગ્ય માટે સંજીવની સમાન હોવાથી જ આ તહેવારની પતંગ ઉડાડવાથી લઈ દાન-પૂણ્ય, ગૌસેવા ને સ્નાનનું મહત્તા રીવાજ અને પરંપરા બની છે. સંક્રાંતના દિવસે આખો દિવસ સૂર્યના સંપર્ક તડકામાં રહેવું ફાયદા કારક છે. બાળકોથી લઈ વડીલો સુધીનાં તમામ લોકોને ઉતરાયણમાં સૂર્યસ્નાન ફાયદારૂપ છે. આથી જ આપણા પ્રબુધ્ધ સામાજીક પ્રેરણા મૂર્તિઓએ ઉતારાયણના દિવસને પતંગોત્સવ તરીકે મનાવવાની પરંપરા ઉભી કરી છે. ઉતરાયણે પતંગ ઉડાડો કે નહી પણ આખો દિવસ દરેકને તડકામાં પસાર કરવું જોઈએ સાથે સાથે દેવદર્શન, ગૌસેવા અને પર્વીત્ર દેવસ્થાનોના દર્શને જવુ. પાવન નદીઓમાં પવિત્ર સ્નાનની ધાર્મિક પરંપરાની ભાવના વૈજ્ઞાનિક અર્થ સમાયેલ છે.
ઉતરાણની ઉજવણીનું ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રાચીન કાળથી મહત્વ રહેલુ છે. પણ છેલ્લા કેટલાક દાયકાઓથી આ પર્વ સામાજીક પર્વ બનીને ઉત્સવ બની રહ્યું છે. ખીહરના દિવસે ગોળની વાનગી, દાળીયા, ખજૂરથી લઈ ઉંધીયાના રીવાજ શિયાળામાં શરીર સૌષ્ઠવ માટે પોષ્ટીક ખોરાકનું નિમિત બનાવી સામાજીક રીતે ફેસ્ટીવલ તરીકે પણ ઉજવવાના ભાવમાં પણ વૈજ્ઞાનીક કારણ સમાયેલું છે.
ઉતરાયણનો આ તહેવાર દાન પૂણ્યના સંદેશો આપતા પર્વ તરીકે મનાવવામા આવે છે. ત્યારે જેવી રીતે આ આનંદ વખતે ધાબાપરથી પડી ન જવાય અકસ્માતનો ભાગ ન બની જવાય તે માટે તકેદારી જરૂરી છે.
ઘાસચારો નીરવામાં પણ સજાગતા રાખવી જરૂરી છે. ખીહરનું ગૌસેવાનું અમૂલ્ય પૂણ્યનું શાસ્ત્રમાં મહત્વ છે. ત્યારે દરેક હિન્દુ ભાવીક માટે તો. દરરોજ ગૌસેવાની ફરજ છે.દિવસમાં ત્રણેય વખતે ભોજનની થાળી તૈયાર કરતા પહેલા ગૌ ગરાસ કાઢી ને જ અન્નનો કોળીયો મોમાં મૂકે છે. આપણી ધર્મ સંસ્કારી અન્નપૂર્ણા જેવા રસોડામાં મહિલાઓ તાવડીની પ્રથમ રોટલી ગાયના નામે બનાવવાની પરંપરા જાળવે જ છે. પરંતુ ઉતરાયણના દિવસે ખાસ ગૌ સેવાના માધ્યમથી જાહેરમાં ફરતી ગાયોને ઘાસચારો અને લાડવા ખવડાવવાનો ઉતરાયણના દિવસે એટલો બધો મારો ચલાવવામાં આવે છે કે અનેક ગાયોને પૂણ્ય કમાવવા માટે વધુ ઘાસચારો, અનાજ ખવડાવી દેવાથી ગાયોને આફરો ચડી જવાથી મૃત્યુ નિપજે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રમાં બ્રહ્મહત્યા અને ગૌ હત્યા અક્ષમ્ય પાપ ગણાય છે. ત્યારે ઉતરાયણના પવિત્ર દિવસે જાણે અજાણે ગૌ હત્યાના નિમિત ન બની જવાય તેની સજાગતા પણ ધર્મ ગણાશે, અત્યારે શહેરોમાં જે ગાયો રઝળે છે. તેમના ખોરાકમાં પણ પરિવર્તન આવ્યું છે. ગાયોને સુકો લીલો ચારો જ માફક આવે છે. પણ તરછોડી દેવાયેલ ગોધન અત્યારે એઠવાડ અને રોટલી પર નભતુ હોવાથી તેમનું પાચન શકિત અતી નબળા પડી ગયાનું તારણ આવે છે. ઘણી ગાયોને વધુ પડતુ ઘાસચારો ધુંધરી, લાડવા રોટલાનો અતીરેક અપચો કરે છે. ત્યારે ઉત્તરાયણના દિવસે ગૌસેવાનું પૂણ્ય કમાવવા માટેનું સતકાર્ય સવીનય કરવું જરૂરી બન્યું છે એકજ દિવસમાં ગાયોની સેવા કરવાના બદલે આખુ વર્ષ ગૌ સેવા અને તમામ જીવો પ્રત્યે કરૂણાનો સંકલ્પ સાકાર કરવાથી ઉત્તરાયણનું ખરા અર્થમાં સાર્થક ગણાય.
પતંગ ઉડાડવામાં જેવી રીતે પક્ષીઓને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે તેવીજ રીતે ગૌદાનમાં પણ સજાગતા રાખવી પતંગ ઉડે કે ઉડે પણ આખો દિવસ તડકામાં રહીને જ મકરસંક્રાંતી ઉજવવાનું મર્મ જાળવવાથી ઉતરાયણમાં ધર્મ કાર્યમાં પણ પતંગના પેચની જેમ સજાગતા રાખજો.