અમદાવાદમાં રવિવારે કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જુદા જુદા 45 દેશના 150 જેવા પતંગબાજો અમદાવાદના સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર એકથી એક ચડિયાતા પતંગો લઇને પહોંચી ગયા હતા. અને આ પતંગ મહોત્સવ 14 ફેબ્રુઆરી સુધી ચાલશે.
આ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતની વિકાસ પતંગ વિશ્વ નભમાં નવી ઉંચાઈઓ સર કરી રહી છે. પતંગોત્સવ ગુજરાતની વર્લ્ડ બ્રાન્ડ ઈમેજ બનશે.