દેશ-વિદેશના ૧૫૮ પતંગબાજો ભાગ લેશે
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામીના રોજ કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૦ યોજાશે. જેનું દીપ પ્રાગટ્ય સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ગુજરાત પ્રવાસન વિભાગ કમિશનર જેનુ દેવન, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા એ જણાવ્યુ હતું
આ પતંગ મહોત્સવમાં જદા જુદા દેશોના જેમકે, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલાસુર, બેલ્જિયમ, બ્રાઝિલ, કંબોડિયા, કેમરૂન, ચીલી, ચીન, કોલમ્બિયા, ક્રોએશિયા, કુરાકાઓ, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, માલ્ટાના ૫૦ પતંગબાજો તેમજ દેશમાંથી રાજસ્થાન, કેરલા, પંજાબ, કર્ણાટકાના ૩૫ તેમજ રાજકોટના ૭૩ મળી કુલ ૧૫૮ પતંગબાજો ભાગ લેનાર છે. પુરા રાજયમાં ૬ જાન્યુઆરી થી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, કેવડીયા, સુરત, જામકંડોરણા, સાપુતારા, મહેસાણા, રાજકોટ વિગેરે જગ્યાએ યોજાશે.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, અનુસુચિત જાતિ મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.