જિમમાં જઈને સો ક્રન્ચિસ કરવાનું ભૂલી જાઓ. ફ્લેટ ટમી જોઈએ છે તો એનો ઈલાજ તમને રસોડામાંથી મળી રહેશે. કોઈ પ્રસંગ આવે કે બહાર ફરવા જવાનું હોય ત્યારે તમે પાતળા વાનું શરૂ કરી દો છો અને કાર્બોહાઈડ્રેટ્સ ખાવાનું છોડી દો છો. એનાથી પેટ વધારે બહાર નીકળે છે. અવિરત કસરત કરવાથી પણ કોઈ ફાયદો ની. જોકે તમે પેટમાં શું પધરાવો છો એ વધારે મહત્ત્વનું છે.
તમે બહાર જવા પહેલાં કાર્બોહાઈડ્રેટ છોડી દો એનાથી પેટ ફૂલી જાય છે. અચાનક જ બધું જ હેલ્ધી ખાવાનું શરૂ કરી દો. આ અચાનક કેલરીમાં આવેલો બદલાવ તમને તમારી ઈચ્છા કરતાં વિરુદ્ધ અસર કરે છે.